આ બે વસ્તુઓ વગર કરવામાં આવેલુ શ્રાદ્ધ પિતરોને પ્રાપ્ત થતુ નથી

મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (12:06 IST)
દરેક વ્યક્તિ એવુ જ ઈચ્છે છેકે તેમના પિતર મતલબ તેમના પૂર્વજ મૃત્યુ પછી ઉત્તમ લોકમાં જાય અને સુખી રહે. જેનુ કારણ એ પણ છે કે પિતરોના ખુશ અને સુખી રહેવથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ કાયમ રહે છે. તેથી દર વર્ષે ભાદ્રપદ પૂર્ણિમાથી લઈને અશ્વિન અમાવસ સુધી પિતરોનુ શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. 
 
9 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ચુક્યા છે અને લોકો પોતાના પિતરોનુ પિંડદાન કરી રહ્યા છે.  પણ શ્રાદ્ધમાં સૌથી વધુ જરૂરી છે શ્રદ્ધા અને કુશ તેમજ તલ.  તેમના વગર કરવામાં આવેલ શ્રાદ્ધ પિતરોને નથી પહોંચી શકતુ. 
 
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે કાળી તલ ભગવાન વિષ્ણુને પ્રિય છે અને આ દેવ અન્ન છે.  તેથી પિતરોને પણ તલ પ્રિય છે. તેથી કાળા તલથી જ શ્રાદ્ધકર્મ કરવાનુ વિધાન છે. માન્યતા છે કે તલ વિખેર્યા વગર શ્રાદ્ધ કરવામાં આવે તો દુષ્ટ આત્માઓ હવિને ગ્રહણ કરી લે છે.  
 
શ્રાદ્ધમાં કુશનુ મહત્વ 
 
ગરુડ પુરાણ મુજબ ત્રણ દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કુશમાં ક્રમશ: જડ, મધ્ય અને અગ્રભાગમાં વાસ કરે છે. પિતૃપક્ષમાં પિતર કૃશની અણી પર નિવાસ કરે છે. એ જ કારણે તર્પણ કરતી વખતે કુશને આંગળીઓમાં ધારણ કરવામાં આવે છે. 
 
તેનાથી તર્પણ કરતી વખતે પિતરોને આપવામાં આવતુ જળ અને પિંડ તેમને સહેલાઈથી પહોંચી જાય છે અને તેઓ પ્રસન્ના પૂર્વક તેને ગ્રહણ કરીને સંતુષ્ટ થઈ જાય છે

વેબદુનિયા પર વાંચો