ગરમીમાં પીવો Cool Cool - ફ્રૂટ લસ્સી

બુધવાર, 18 મે 2016 (09:19 IST)
ગરમી આવતા જ વધુ ગરમીને કારણે આપણુ ગળુ વારે ઘડીએ સુકાતુ રહે છે. તેથી આજે અમે તમને ગરમીથી બચવા માટે ફ્રૂટ લસ્સી બનાવવા વિશે બતાવીશુ. તેમા આપણે ફ્રૂટ કે તેનો ફ્લેવર નાખીને બનાવીએ છીએ. તો આવો આજે ફ્રૂટ લસ્સી બનાવવાની વિધિ જાણીએ. 
સામગ્રી - દહી 2 કપ, દૂધ 1 કપ, કાપેલી કેરી, બે સમારેલા કેળા, બદામ 5, ઈલાયચી 4થી 5 નાની, ખાંડ કે મધ સ્વાદમુજબ, બરફના ટુકડા 5. 
 
બનાવવાની રીત - ફ્રૂટ લસ્સી બનાવવા માટે સૌ પહેલા તમે મિક્સરમાં કેળા, કેરી, દૂધ, બદામ અને ઈલાયચી નાખીને એકસાર કરી લો.  પછી તેમા દહી, બરફના ટુકડા, ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.  જ્યારે બધી વસ્તુઓ મિક્સ થઈ જાય ત્યારે તેને એક ગ્લાસમાં નાખીને સર્વ કરો.  

વેબદુનિયા પર વાંચો