Sharad purnima 2023- શરદ પૂનમ ક્યારે છે

શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (09:43 IST)
Sharad purnima 2023- આ વખતે શરદ પૂર્ણિમા શનિવાર, 28 ઑક્ટોબર ના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાના શયનકાળનુ અંતિમ ચરણ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. 
 
એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે. કારણ કે તેને કૌમૂદી વ્રત પણ કહે છે. અને એવી માન્યતા છે કે આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે.  જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર