ગુજરાત સરકાર તા. 11થી 15 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દેશ-વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો ઉમટી પડયા છે. તેના કારણે શહેરની મોટાભાગની હોટેલસ પહેલાં જ બુક થઈ ચુકી છે. ખૂબ મોટી સંખ્યામાં ભારત અને વિદેશોમાંથી લોકો પતંગોત્સવને માણવા માટે ભારતમાં આવી રહ્યાં છે. આથી જે લોકો મકરસંક્રાતિ માટે અમદાવાદ જવા માંગે છે તેમના માટે અમદાવાદની હોટલોમાં રહેવાની સમસ્યા સર્જાઈ શકે છે.
આ અંગે ગુજરાતના આરોગ્ય, પ્રવાસન અને વિદેશોમાં રહેતાં ગુજરાતીઓ બાબતોના મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાનારા પતંગોત્સવમાં અંદાજે પાંચ હજાર વિદેશોમાં રહેતાં ભારતીયો ભાગ લેશે અને તેમણે અમદાવાદમાં 233 ફાઈવસ્ટાર હોટેલસ અને અન્ય કેટેગરીની હોટેલસની 600 રૂમ બુક કરાવી છે.
PR
P.R
આ વર્ષે પતંગોત્સવને લઈને ભારે ઉત્સાહ એ કારણે પણ છે કે આ વખતે રાજ્ય સરકારે પાંચ કેટેગરીમાં મોટા ઈનામોની જાહેરાત કરી છે. આ વખતે પંતગોત્સવની થીમ "ગુજરાત ઈન આફ્રિકા" છે. આફ્રિકાના દેશોમાં અંદાજે 12 લાખ ગુજરાતી મુળના લોકો છે અને ત્યાં રહેતાં ગુજરાતીઓના સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ થીમ નક્કી કરવામાં આવી છે.