20 ફૂટની વિશાળ પતંગોમાં મોદી દેખાયા

શનિવાર, 12 જાન્યુઆરી 2008 (16:50 IST)
PTIPTI

અમદાવાદ (ભાષા) આ વર્ષે ગુજરાતમાં 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી મહાકાય પતંગ અમદાવાદ અને અંકલેશ્વરમાં મુસ્લિમ કારીગરોએ બનાવી છે અને ઉતરાયણનાં દિવસે આકાશમાં તેનું અનેરૂ આકર્ષણ ઉભુ થશે. પરંપરાગત રીતે મુસ્‍લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એન્‍ટીક પતંગને નાઈલોનની દોરી વડે 200 ફૂટ આકાશમાં ઉડાવવામાં આવનાર છે. આ બન્ને પતંગોમાંથી અમદાવાદની પતંગમાં વેલકમ 2008 સુત્ર લખવામાં આવ્યું છે અને બન્ને બાજુએ મોદીની છબી ચિતરવામાં આવી છે, જ્યારે અંકલેશ્વરમાં બનેલી પતંગમાં પણ મોદી તો છે જ સાથે જીતેગા ગુજરાતનું સુત્ર લખવામાં આવ્યું છે.

ઊંધીયુ જલેબી અને ચીકીના સ્‍વાદ સાથે પતંગ રસીકો ઉતરાયણના દિવસે મનમુકીને આકાશી યુઘ્‍ધ ખેલનાર છે. ડી.જે.ના ધમધમાટ વરચે યુવાનીયાઓએ ધમાલ મસ્‍તી સાથે ઉતરાયણનો પર્વ મનાવવા માટેની સંપુર્ણ તૈયારીઓ કરી નાંખી છે. માર્કેટમાં દોરી પતંગનું વેચાણ પણ વધી ચુકયું છે. આ સંજો ગોમાં અંકલેશ્વરમાં ઉતરાયણના દિવસે 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી પતંગ આકાશમાં આકર્ષણ જમાવનાર છે.

અંકલેશ્વરના પીરામણનાકા પાસે રહેતા અને છેલ્લા 19 વર્ષથી પતંગ બનાવવાનો ધંધો કરનાર મુસ્‍લિમ પરિવારના સગાભાઈઓ યુનુસભાઈ અને મુઈનભાઈ પણ પરંપરાગત રીતે નગરમાં સૌથી મોટી પતંગ બનાવી તેને આકાશમાં ચગાવવા માટે ઉત્‍સુક બન્‍યા છે. આ બે ભાઈઓએ ત્રણ દિવસમાં 35 જીલેટીન પન્નાની, 500 ગ્રામ સોલ્‍યુશન અને 20 ફૂટના વાંસ માંથી 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોંળી વિશાળકાય પતંગ તૈયાર કરી છે.

તેઓ ઉતરાયણના દિવસે બપોરના અઢી વાગ્‍યાના સુમારે આદર્શ કેળવણી મંડળ સ્‍કુલના ધાબા પરથી આ વિશાળ પતંગને નાઈલોનની દોરી વડે 200 ફૂટ આકાશમાં ચગાવનાર છે. દિવ્‍ય ભાસ્‍કર સાથેની ટેલિફોનીક વાતચીતમાં પતંગ બનાવનાર મુઈનભાઈએ જણાવ્‍યું હતું કે વર્ષોથી અમે ઉત્તરાયણના સમયે એક મોટી પતંગ બનાવી રહ્યા છે. આ વખતે અમે મુખ્‍યમંત્રી નરેન્‍દ્રમોદીના પોસ્‍ટરવાળી પતંગ તૈયાર કરી છે. આ અગાઉ રાજીવગાંધી, જવાહરલાલ નહેરૂ વગેરે નેતાઓનાં પોસ્‍ટરવાળી મોટી પતંગો બનાવી છે.

વેબદુનિયા પર વાંચો