Broom- સાવરણી ક્યારે ખરીદવી, જાણો નિયમો અને આ ભૂલ ક્યારેક ન કરવી

સોમવાર, 9 મે 2022 (06:53 IST)
ઘરનો કચરો દૂર કરવા માટે સાવરણી દરેકના ઘરમાં હોય છે. સાવરણી ગંદકી રૂપી દરિદ્રતાને બહાર કરે છે. જ્યોતિષ વાસ્તુ અને જૂની માન્યતાઓ મુજબ સાવરણીને કારણે આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઘરના કચરામાં અનેક પ્રકારની નકારાત્મક શકતિઓ રહેલી હોય છે. જે ઘર પર ખરાબ પ્રભાવ નાખે છે. આવો જાણીએ જ્યોતિષ મુજબ સાવરણી વિશે કામની વાતો 
 
સ્વચ્છ ઘરમાં જ સુખ શાંતિ અને લક્ષ્મીનો નિવાસ રહે છે. ગંદા ઘરમાં કલેશ અને દરિદ્રતા આવી જાય છે અને આ ઉપરાંત સાફ સફાઈ કરવા દરમિયાન કેટલક નિયમોનુ પાલન કરવાથી તમને અને તમારા પરિવારને ક્યારેય ધનની કમીનો સામનોનથી કરવો પડતો
 
સાવરણી ખરીદવા માટે મંગળવાર અને શનિવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.આ કરવાથી,ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.ઘરમાં સમૃદ્ધિ આવે છે. 
 
આ ભૂલ ન કરવી 
1. સૂર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી અને પોતું ભૂલથી પણ નહી કરવું જોઈએ. આવું માનવું છે કે આ ભૂલના કારણે તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે. 
 
2. સાવરણી કર્યા પછી હમેશા સાફ કરીને રાખવું, સાવરણી ક્યારે પણ ભિની નહી મૂકવી જોઈએ. 
 
3. સપનામાં સાવરણી જોવાનો અર્થ છે કે તમારું આર્થિક નુકશાન થશે. 
 
4. બહુ વધારે સમયથી ઉપયોગમાં નહી આવતી જૂની સાવરણીને ઘરમાં ન મૂકવું. 
 
5. જ્યારે પણ નવી સાવરણી ઉપયોગમાં લાવી હોય તો, શનિવારથી તેનો ઉપયોગ શરૂ કરવું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર