નાના ભાઈની પત્ની, બેન, પુત્રની પત્ની અને પુત્રી આ બધા સમાન હોય છે જે માણસ તેને બુરી નજરથી જુએ છે, તેને મારવાથી પાપ લાગતુ નથી. બાલિ તૂ તારા ભાઈ સુગ્રીવની પત્ની પર ખરાબ નજર રાખી અને સુગ્રીવને મારવા ઈચ્છ્યો. આ પાપના કારણે મે તને બાણથી માર્યો. આ જવાબથી બાલિ સંતુષ્ટ થઈ ગયા અને શ્રીરામને તેમના કરેલ પાપની ક્ષમા યાચના કરી. ત્યારબાદ બાલિએ અંગદને શ્રીરામની સેવામાં સોંપી દીધો.