રશિયા કેમ કરી શકે છે પરમાણુ હુમલો?
રશિયા હંમેશા કંઈક અણધાર્યું કરે છે. આઠ મહિના પહેલા જ્યારે રશિયા ચેતવણી આપી રહ્યું હતું કે તે યુક્રેન પર હુમલો કરશે. ત્યારે દુનિયા કહેતી હતી કે આ યુદ્ધનો સમય નથી. આવી સ્થિતિમાં રશિયા માત્ર ધમકી આપી રહ્યું છે. ત્યારે રશિયાએ પણ બેલારુસ સાથે મળીને ફાઈટર જેટ ઉડાડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે પણ એવું માનવામાં આવતું હતું કે યુદ્ધની સ્થિતિ ઊભી થશે નહીં. પરંતુ 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર જોરશોરથી હુમલો કરવાનું શરૂ કર્યું અને હવે 8 મહિના વીતી ગયા છે. જે હુમલાની આખી દુનિયાને અપેક્ષા ન હતી, તે હુમલો રશિયાએ કર્યો હતો. આવી સ્થિતિમાં, રશિયા દ્વારા પરમાણુ હુમલાની ચેતવણી, પુતિન દ્વારા પરમાણુ બળના અભ્યાસનુ નિરીક્ષણ, આ વાતોને અવગણી શકાય નહીં. આ જ કારણ છે કે પુતિનના આ પગલાથી દુનિયામાં હલચલ મચી ગઈ છે.