Russia Ukrain News- યુક્રેને PM મોદી પાસે માગી મદદ

ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (16:03 IST)
રશિયાના રાષ્ટ્રપતિના યુદ્ધની જાહેરાતના આ નિવેદનની 5 મિનિટ બાદ જ યુક્રેનમાં રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં 12 જેટલા બ્લાસ્ટ થયા હતા. રાજધાની કિવમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે
રશિયા- યુક્રેન વચ્ચે જ્યાં એક તરફ બૉમ્બ વિસ્ફોટોના અવાજો આવી રહ્યા છે, બીજી તરફ પોતાનું, બાળકોનું, પોતાનાં પ્રેમનું જીવન બચાવવાની જંગ થઈ રહ્યો છે.
 
યુદ્ધની ફિલ્મોમાં જેવાં દૃશ્યો દેખાય છે, તેવી જ રીતે યુક્રેનમાં વાસ્તવિક દૃશ્યો સર્જાયાં છે, અને લોકો પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.- યુક્રેનમાં રશિયાના હુમલાને કારણે 7 લોકોના મોત થયા છે. તે જ સમયે 9 ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે.
 
પુતિને ધમકી આપતાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે જો કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો અમેરિકા અને નાટો તરફનો હતો.યુક્રેને ભારત પાસે મદદ માગીરશિયાના હુમલા વચ્ચે યુક્રેને ભારત પાસે મદદ માગી છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે તેઓ તરત જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરે અને અમારા રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો સંપર્ક કરે.યુક્રેને કહ્યું- પુતિન ચોક્કસપણે મોદીની વાત સાંભળશે
 
યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું હતું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે. 
 
યુક્રેનમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર,
રશિયા યુક્રેન પર આક્રમક રીતે હુમલા કરી રહ્યું છે. ત્યારે યુક્રેનમાં અને તેમાં પણ ખાસ કરીને રાજધાની કિવમાં સામાન્ય જનજીવન વેરવિખેર થઇ રહ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર