ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કરીને ઓનલાઇન રાષ્ટ્રીય સર્વેક્ષણ કરાવ્યો છે. આ સર્વેક્ષણ વિદેશમાં વસતા આપણા એનઆરઆઇ (પ્રવાસી) ભારતીયોની સાથે-સાથે રાજકારણ, ક્રિકેટ, રમત અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી ખાસ અભિનેતા અને અભિનેત્રીઓ વગેરે માંથી સૌથી લોકપ્રિય વ્યક્તિની પસંદગી કરવાના ઉદેશથી કરવામાં આવ્યો છે. આ સાથે વર્ષ 2007ની શ્રેષ્ઠ ફિલ્મનું નામ પણ જોડવામાં આવ્યું છે. આ સર્વેક્ષણનો આજે અંતિમ દિવસ એટલે કે છેલ્લો દિવસ છે એટલે જેમ જલદી બને તેમ જેટલા સર્વે તમારે નાખવા હોય તેટલા સર્વે તમે નાખવા જ માંડો. એક વ્યક્તિને જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી સર્વેમાં ભાગ લઇ શકે છે, કોઇ મર્યાદા નથી તેમજ ઉંમરની પણ કોઇ મર્યાદા રાખવામાં આવી નથી.
વિશ્વના કોઇ પણ ભાગમાં વસ્તા 10 કરોડથી વધુ ઇંટરનેટ ઉપયોગકર્તાઓના માટે આ એક શાનદાર મોકો છે, જો કે તેઓ આ સર્વેક્ષણને પોતાની જ ભાષામાં વાચી શકે છે અને ભાગ લઇ શકે છે. વેબદુનિયા પોર્ટલ, જે 9 ભારતીય ભાષાઓ જેવીકે, ગુજરાતી, હિન્દી, પંજાબી, મરાઠી, તમિલ, તેલુગૂ, કન્નડ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં એક સાથે કાર્યરત છે, આ અનોખા સર્વેક્ષણમાં તમામ ભાષાઓના ઇંટરનેટ પ્રેમિઓથી મળેલા મતદાન સમાવિષ્ઠ છે. એસએમએસના આધાર પર થતા સર્વેક્ષણની સામે આ સર્વેક્ષણ તદન મફત છે.
પ્રત્યેક શ્રેણીમાં વેબદુનિયાના 9 પોર્ટલના સંપાદનોના ગ્રુપે વિવિધ ક્ષેત્રોની 9 મહત્વપૂર્ણ હસ્તીઓની પસંદગી કરી. આ પસંદગી તે આધાર પર કરવામાં આવી છે કે વર્ષ ભર સમાચાર અને લેખોમાં જેવો ચમકતા રહ્યા છે. કોનું નામ સૌથી વધુ સમાચારોમાં છવાયેલું રહ્યું અને ભાષા સર્ચ એંજિનમાં વાચકોએ કઇ વ્યક્તિના વિશે વધુમાં વધુ શોધ કરી અને તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. આ આધારો પર અમે 10 મહત્વપૂર્ણ વ્યક્તિઓની પસંદગી કરી છે.
એક વખત પોતાનો મત આપ્યા બાદ વાચક અત્યાર સુધીના મતદાનોના પરિણામો જોઇ શકે છે. અત્યાર સુધીમાં જે કોઇ હસ્તીઓને વધુ મતદાન મળ્યું છે તેઓને અલગથી બતાવવામાં આવી છે. વાચક 10 શ્રેણીમાં દેખાડેલી 10 વ્યક્તિઓને મળેલા મતદાનોને ટકાવારીમાં ત્યાં જોઇ શકે છે. દાત :
આ વાર્ષિક સર્વેક્ષણ-2007માં ભાગ લેવા માટે વેબદુનિયા યુઝર્સને આમંત્રણ છે. સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર 10 પ્રશ્ન પુછવામાં આવ્યા છે. વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વેબદુનિયા યુઝર્સ તેમના મનપસંદ વ્યક્તિની પસંદગી કરી શકે છે. યુઝર્સે પ્રત્યેક પ્રશ્નના માટે આપવામાં આવેલા વિકલ્પોમાંથી કોઇ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. સર્વેક્ષણ બાદ પ્રાપ્ત પરિણામોના આધારે સંપૂર્ણ રિપોર્ટ ગુજરાતી વેબદુનિયા સહિત તમામ પોર્ટલ્સ પર પ્રકાશિત કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં યુઝર્સ 10મી જાન્યુઆરી, 2008 સુધી જોડાઇ શકે છે.
વેબદુનિયાના વિશે : વેબદુનિયા વિશ્વનો પ્રથમ હિન્દી પોર્ટલ છે અને ભારતનો એક માત્ર એવો પોર્ટલ, જે એક સાથે 9 ભાષાઓમાં પોતાનો પોર્ટલો ચલાવે છે. આ તમામ ભાષાઓમાં રાજકારણ, રમત, ક્રિકેટ, બોલીવુડ, ધર્મ, સાહિત્ય, જ્યોતિષ, લાઇફ-સ્ટાઇલ, કેરિયર અને આઇટી જેવા વિષયો પર ઉચ્ચ ગુણવતાવાળા સમાચાર, લેખ વગેરે તમામ ઉંમરના લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરે છે. આ સાથે ક્રિકેટ લાઇવ સ્કોર બોર્ડ(કોમેંટ્રી), ટિકર, સર્વેક્ષણ અને મતદાન તમામ 9 પોર્ટલમાં જોઇ શકાય છે.
2. વેબદુનિયાની ઇ-મેલ સેવાઓ 11 ભારતીય ભાષાઓ - અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગૂ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
અંતે આપને જણાવવાનું કે, આ સર્વેક્ષણનો આજે અંતિમ દિવસ એટલે કે છેલ્લો દિવસ છે એટલે જેમ જલદી બને તેમ જેટલા સર્વે તમારે નાખવા હોય તેટલા સર્વે તમે નાખવા જ માંડો. એક વ્યક્તિને જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી સર્વેમાં ભાગ લઇ શકે છે, કોઇ મર્યાદા નથી તેમજ ઉંમરની પણ કોઇ મર્યાદા રાખવામાં આવી નથી.