નવી દિલ્હી (ભાષા) સ્વામિનારાયણ સંપ્રદાયના બાપસ દ્વારા નિર્મિત સ્વામિનારાયણના તમામ મંદિરોનું નિર્માણ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. ગાંધીનગરનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર તો સહેલાણીઓ માટે યાત્રાની સાથે પયર્ટન સ્થળ જેવું છે. તો દિલ્હીનું મંદિર પણ વિશાળ ફલકમાં ફેલાયેલ છે. આ જ કારણસર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે દિલ્હીના અક્ષરધામ મંદિરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીને બે વિશ્વ રેકોર્ડ સુપરત કરવા ગત સપ્તાહે ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ લિ.ના વરિષ્ઠ અધિકારી ભારત આવ્યા હતાં. ગિનીસ વર્લ્ડ રેકોર્ડના મેઈન મેનેજમેન્ટ કમિટીના સિનિયર મેમ્બર માઈકલ વિટ્ટીએ બોચાસણવાસી અક્ષરપુરૂપોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ જેન ટૂકમાં બાપસ પણ કહેવામાં આવે છે)ને એક વ્યકિત દ્વારા નિર્માણ કરાયેલ અતિપવિત્ર હિન્દુ યાત્રાધામ અને વિશ્વનું સોથી વિશાળ હિન્દુ મંદિર એમ બે કેટેગરીમાં એવોર્ડ આપ્યા હતાં.
"પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પ્રાપ્ત આઘ્યાત્મિક સંત છે, તેમણે હિન્દુ રિવાજોને આધીન એપ્રિલ ૧૯૭૧થી નવેમ્બર ૨૦૦૭ દરમિયાન પાંચ પ્રાંતમાં ૭૧૩ મંદિર નિર્માણ કરવાનો વિક્રમ સ્થાપ્યો છે," એમ સર્ટિફિકેટમાં જણાવાયું છે.
"આમાંથી ભપકાદાર, હાથથી કોતરણી કરાયેલ અત્યંત અલંકૃત દિલ્હીનું બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ઉભરી આવ્યું છે," એમ પણ તેમાં જણાવાયું છે.
માઈકલ વિટ્ટીએ જણાવ્યું હતું કે, "અક્ષરધામને આ ટાઈટલ આપતાં પહેલાં અમે ત્રણ મહિનાનું સંશોધન કર્યુ હતું. અક્ષરધામ તથા તેટલાજ કદના અન્ય મંદિરોના આર્કિટેકચરલ પ્લાન્ટની અમે ઝીણવટભરી તપાસ કરી હતી, તથા દરેક સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ અમે આ નિણર્ય લીધો હતો,"
PR
P.R
નવી દિલ્હીનું અક્ષરધામ મંદિર 86,342 ચોરસ ફુટના વિશાળ ફલકમાં વિસ્તરેલું છે. તે 356 ફુટ લાંબુ, 316 ફુટ પહોળું અને 141 ફુટ ઉંચાઈ ધરાવે છે. ગિનિસ બુકે તેના મોટા ધાર્મિક માળખામાં કોઈ હિન્દુ મંદિર બાબતે વિચારણા કરી હોય તેવું આ પહેલી વાર બન્યું છે. અને તેમાં ખાસ કરીને ભારતના અક્ષરધામ મંદિરો વિશે વિચારણા કરી હોય તેવું પહેલીવાર બન્યું છે, આમ તો અક્ષરધામના દરેક મંદિરો વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી શકે તેવા ભવ્ય છે. આથી અક્ષરધામને સ્થાન આપીને ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડે તેની સિદ્ધીમાં વધારો કર્યો છે.