100મી દોડમાં જમૈકાનો પોવેલ રેકોર્ડ

બુધવાર, 2 જાન્યુઆરી 2008 (17:58 IST)
ઇટલી (એજંસી) જમૈકાના અસફા પોવેલે ઈટાલીના રિઈટિ ખાતે આયોજિત ૧૦૦ મીટરની દોડ ૯.૭૪ સેકન્ડમાં પૂરી કરી તેણે પોતે જ આગાઉ નોંધાવેલા રેકોર્ડને તોડીને એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

આ પહેલા ૨૪ વર્ષીય પોવેલે ૧૪મી જૂન,૨૦૦૫માં એથેન્સ ખાતે ૯.૭૭ સેકન્ડમાં ૧૦૦મીટર દોડવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. ત્યારબાદ બે વખત આ રેકોર્ડની બરાબરી કરી હતી.

આ ઉપરાંત યુએસના જસ્ટીસ ગટ્લીને મે,૨૦૦૬માં ૯.૭૭ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડવાના પોવેલના રેકોર્ડની બરાબરી કરી હતી. પરંતુ તે ડ્રગ્સનું સેવન કરવા બદલ ગત મહિને તેના રેકોર્ડની બાદબાકી કરી નાખવામાં આવી હતી.

વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા બાદ પોવેલે કહ્યું હતું કે તેણે વિશ્વ સમક્ષ પૂરવાર કરી દીધું છે કે અસફા ઈઝ બેક.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જાપાનના ઓસાકા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પીયનશિપમાં પોવેલ ત્રીજા નંબરે રહ્યો હતો અને તે સ્પર્ધા અમેરિકાના ટાયસન ગેએ જીતી હતી જયારે બહમાસનો ડેરિક એટકીન્સ બીજા નંબરે રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો