પત્રકારો માટે 2007નું વર્ષ અયોગ્ય

મંગળવાર, 18 ડિસેમ્બર 2007 (19:41 IST)
જિનેવા (ભાષા) આ વર્ષ 2007 પત્રકારો માટે ખૂબજ ભારે રહ્યું. આ વર્ષ 27 દેશોમાં લગભગ 110 પત્રકારોના મૃત્યું પામ્યા છે. આ આંકડો ગત વર્ષ 2006 કરતા 14 %નો વધારો દેખાડે છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પીસીસીના મહાસચિવ બ્લાસે લેપમેને કહ્યું કે, વર્ષ 2007માં લગભગ 110 પત્રકારોના મૃત્યુ નિપજ્યા. આ આંક ગત વર્ષની સમાનતામાં 14 ટકા વધારે છે. તેમણે કહ્યું કે, આ બાબત ક્યારેય સ્વિકાર્ય નથી. પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી હિંસક ગતિવિધિઓની અમે ભારે નિંદા કરીએ છીએ.

પીઈસી અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે, ઈરાક, સોમાલિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને ડેમેક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો જેવા હિંસા પ્રભાવિત વિસ્તારમાં પત્રકારો માટે વધારે દુઃખ દાયક અને ખતરનાક સાબિત થયા. 110 પત્રકારોમાંથી બે તૃતિયાંસ પત્રકારોના મૃત્યુ આ દેશોમાંજ થયા છે.

પીઈસીના જણાવ્યા પ્રમાણે, મીડિયા માટે સતત પાંચમા વર્ષે પણ ઈરાક સૌથી ખતરનાક સાબિત થયું. અહિં હિસાની જુદી જુદી ઘટનાઓમાં 50 પત્રકારોના મૃત્યુ નિપજ્યા છે.

વેબદુનિયા પર વાંચો