અવાજ કરતું અમદાવાદ શહેર 26મી જુલાઇના કાળા શનિવારની સાંજે એકાએક થંભી ગયું. ગણત્રીની મિનિટોમાં એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ 17 બોમ્બ ધડાકાઓએ શહેરને તહસનહસ કરી નાખ્યું હતું. માનવતાના આ દુશ્મનોએ ઘાયલોને લઇ જવાયેલ હોસ્પિટલને પણ બોમ્બમાં ઉડાવતાં ઘાયલો બીજા હુમલામાં મોતમાં હોમાઇ ગયા હતા.
આ હુમલામાં 46થી વધુ મોત થયાનું તથા 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન આતંકવાદીઓએ સાયકલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. પોલીસે હુલાના આ ષડયંત્રમાં સંડોવાયેલા અબુ બશર સહિત 17 જેટલા શખ્સોની બાદમાં ધરપકડ કરી હતી.