નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયું હતું. અધીકૃત રીતે રાષ્ટ્રગીતને 52 (બાવન) સેકંડમાં ગાવામાં આવે છે.