દલિતોના ઉધ્ધારક:ડો.આમ્બેડકર

N.D
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જડ હોય કે ચેતન, સમયની સાથે બધામાં પરિવર્તન આવવુ એ એક સામાન્ય પ્રક્રિયા છે.

આપણે જો સામાજિક પરિવર્તનની વાત કરતા હોય તો તે બધા આયામો, પરિસ્થિતિઓ પર વિચાર કરવો પડશે જેના કારણે સામાજિક પરિવર્તન થયા છે. ડો. ભીમરાવ આમ્બેડકર આવા જ એક મહાન વિચારક થઈ ગયા જેમણે સામાજિક, આર્થિક અને રાજનીતિક ચિંતને સમાજને નવી દિશા તો આપી જ છે, સાથે જ અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ વગેરેને સંવિધાન દ્વારા સમ્માનિત દરજ્જો અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

ડો. આમ્બેડકરની પોતાની અલગ વિચારધારા હતી જેના આધારે પૂષ્ઠભૂમિ તત્કાલિન સામાજિક વ્યવસ્થામાં વ્યાપેલી અસામનતાને સ્પષ્ટ કર છે. પ્રારંભિક સ્તર પર જોવામાં આવે તો આમ્બેડકરનુ બાળપણ તે સામાજિક આર્થિક દશાઓમાં વીતેલુ જ્યાં દલિતોને એકદમ હલકું સ્થાન મળ્યુ હતુ.

તેમણે પોતાની શાળામાં બેસવા માટે પોતાનુ આસન લઈને આવુ પડતુ હતુ. તે બીજી ઉચ્ચ જાતિઓના બાળકોની સાથે બેસી શકતા નહોતા. અહી સુધી કે તેઓ પાણીના વાસણને અડકીને પાણી પણ પી શકતા નહોતા. ડો. આમ્બેડકરના મન પર આ છૂત-અછૂતની ઉંડી અસર થઈ. જે પાછળથી એક વિસ્ફોટના રૂપમાં સામે આવી.

જો વડોદરાના મહારાજા ગાયકવાડે મદદ ન કરી હોત તો આમ્બેડકર કદાચ તે જગ્યાએ ન પહોંચી શકત જ્યાં તે પહોંચ્યા. આવી સ્થિતિમાં આપણે એવુ નથી કહી શકતા કે ડો. ભીમરાવ આમ્બેડકરની સાથે હંમેશા ફક્ત અન્યાય જ થયો.

સામાન્ય રીતે જે અન્યાયની વાત કરવામાં આવે છે તે એ અશિક્ષિત, ખૂબ અંધવિશ્વાસી અને સંભ્રાત સમાજ વ્યવસ્થાની ઉપજ છે જેમણે એમના બાલ્યકાળને પીડાદાયક બનાવ્યો. કહેવાનુ તાત્પર્ય એ છે કે ભીમરાવ આમ્બેડકરમાંથી ડો. ભીમરાવ આમ્બેડકર બનાવવાવાળી પણ એ જ સામાજિક વ્યવસ્થા હતી જેમાં ગાયકવાડ જેવા ઉદાર મહારાજા પણ હતા.

બીજો કાળ એમના અભ્યાસનો એ સમય રહ્યો જ્યારે તેઓ પોતાના અભ્યાસ માટે મહારાજા ગાયકવાડ દ્વારા આપવામાં આવેલી શિષ્યવૃત્તિની મદદથી મુંબઈના એલ્ફિસ્ટન કોલેજમાં ગયા. આગળના અભ્યાસક્રમમાં 1913માં તેમણે અમેરિકાના કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો, જ્યાથી તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એની ઉપાધિ મેળવી.

અહી એ વાત ઉલ્લેખનીય છે કે ડો. આમ્બેડકરે બે સામાજિક વ્યવસ્થાઓ(દેશી-વિદેશી)ને એક સાથે ભોગવી અને અનુભવ કર્યો કે જ્યાં ભારતમાં તાત્કાલિક સામાજિક વ્યવસ્થા છૂત-અછૂત, જાતિના મૌલિક સિધ્ધાંત પર આધારિત હતી ત્યા જ વિદેશોમાં તેમણે આ આધારો પર મુશ્કેલીનો સામનો નહી કરવો પડ્યો.

તેઓ કુશાગ્ર બુધ્ધિના હતા, તેથી તેમણે દેશ અને વિદેશની સામાજિક વ્યવસ્થાનું પોતાના ઢંગથી મૂલ્યાંકન કરવાની સાથે સાથે એ સામાજિક દૂષણોને પણ સમજ્યા જે ભારતીય સમાજમાં છૂત-અછૂતના આધારે માનવને માનવ સાથે અપ્રિય વ્યવ્હારના રૂપમાં જોવા મળતી હતી.

ઈગ્લેંડથી પાછા ફરીને તેમણે 1923માં જીવનનિર્વાહ માટે વકીલાત શરૂ કરી દીધી અને સાથે જ અછૂતોના ઉધ્ધાર માટે કામ કરવાનુ શરૂ કરી દીધુ. 1927માં 'બહિષ્કૃત ભારત' પાક્ષિક સમાચાર-પત્ર કાઢ્યુ અને સાચા અર્થમાં અહીંથી જ ડો. આમ્બેડકરનુ પ્રખર સામાજિક ચિંતન બદલવાના રૂપમાં શરૂ થયુ. તેઓ પ્રબળ દેશભક્ત અને ભારતના એકીકરણના સમર્થક હતા પરંતુ ગાંધીજીની વિચારધારા સાથે કદી એકમત નહોતા જોવા મળતા. આનુ મુખ્ય કારણ હતુ દલિતોના પૃથક પ્રતિનિધિત્વનો સવાલ.

તેમના આ ચિંતનથી એક વાત તો સ્પષ્ટ હતી કે તેઓ એ વ્યવસ્થાથી સહમત નહોતા જ્યા દલિતોને કોઈ સ્થાન નહોતુ આપવામાં આવતુ. એમનુ માનવુ હતુ કે ' એ વ્યક્તિઓને અને સંસ્થાઓને અછૂતોની વાત કહેવાનો અધિકાર નથી જે અછૂત નથી'.

ઈંડિપેંડેટ લેબર પાર્ટીની સ્થાપના દ્વારા તેમણે દલિત વર્ગ, મજૂર વર્ગ અને ખેડૂતોની અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં જ નહી પણ તેમણે ભેગા કરવામાં જોર આપ્યુ.

1937માં તાત્કાલિક મુંબઈ પ્રદેશોની ચૂંટણીમાં આ પાર્ટીને 15માંથી 13 સ્થળો પર વિજ્ય મળ્યો. આ સાથે જ 2 સામાન્ય પદો પર પણ તેમના ઉમેદવાર જીત્યા. દલિત, મજૂર અને ખેડૂત બધાના એ સર્વસામાન્ય એવા પ્રતિનિધિ બનીને સામે આવ્યા જેમની મિશાલ તાત્કાલિક વ્યવસ્થામાં શક્ય નહોતી.

જો કે તેઓ ગાંધીજીની દલિતોધ્ધારની રીત સાથે એકમત નહોતા પણ પોતાની વિચારધારાને કારણે તેમણે કોંગ્રેસના અગ્રણી નેતાઓ નહેરુ અને પટેલને પોતાની પ્રતિભાથી મોહિત કરી લીધા. આ જ કારણ હતુ કે સ્વતંત્રતા મેળવ્યા પછી તેમણે 3 ઓગસ્ટ 1949માં ભારતના કાયદાના મંત્રી બનાવ્યા અને આ પદ પર રહીને તેમણે હિન્દુ કોડ બિલ લાગુ કરાવ્યુ. આનો ઉદ્દેશ્ય હિન્દુઓના સામાજિક જીવનમાં સુધાર હતો. છુટાછેડાની વ્યવસ્થા અને સ્ત્રીઓને સંપત્તિમાં ભાગ આપવો એ એમનો જ મહત્વપૂર્ણ પક્ષ હતો.

દલિતોને આરક્ષણ આપવાની માંગના સૂત્રધારના રૂપમાં ડો. આમ્બેડકરનુ યોગદાન વધુ હતુ. દલિત ઉધ્ધારના સંદર્ભમાં પોતાની પીડાને આમ્બેડકરે કદી નહોતી છુપાવી. જીવનના પ્રથમ 35 વર્ષોમાં ડગલે ને પગલે ઘોર અપમાન, અમાનવીય વ્યવ્હારને તેમણે ભોગવ્યો હતો. આથી જ એકવાર તેમણે એ ક પત્રકારને કહ્યુ હતુ કે - 'મારા દુ:ખ-પીડા અને મહેનતને તમે નથી જાણતા, જ્યારે સાંભળશો ત્યારે રડી પડશો'.

ડો. આંબેડકરે દલિતોમાં સ્ત્રી શિક્ષા પર પણ બળ આપ્યુ. તેમણે કહ્યુ હતુ કે - કદી એ ન વિચારો કે તમે અછૂત છો. ચોખ્ખા રહો. જે પ્રકારના કપડાં સ્વર્ણ સ્ત્રીઓ પહેરે છે, તમે પણ પહેરો. એ જુઓ કે તેઓ સાફ છે. જો તમારા પતિ અને છોકરા દારૂ પીતા હોય તો તેમને જમવાનુ ન આપો. પોતાના બાળકોને શાળામાં મોકલો.

અભ્યાસ જેટલો જરૂરી મહાપુરૂષો માટે જરૂરી છે એટલો જ સ્ત્રીઓ માટે પણ જરૂરી છે. જો તમે વાંચતા-લખતા શીખી જશો તો તમારો ખૂબ વિકાસ થશે. જેવી તમે રહેશો એવા જ તમારા બાળકો રહેશે. સારા કાર્યોમાં તમારુ જીવન વિતાવો. તમારા બાળકો આ દુનિયામાં ચમકવા જોઈએ.

આમ એક બાજુ જ્યા ડો. આમ્બેડકરે રાજનીતિક સ્તર પર દલિતોના ઉધ્ધાર માટે પોતાનુ આંદોલન ચલાવ્યુ ત્યા જ બીજી બાજુ તેમણે દલિતોને પણ પોતાની સામાજિક સ્થિતિ બદલવાની પ્રેરણા આપી.

વેબદુનિયા પર વાંચો