તાપીમાં રાજ્યની પ્રજાસત્તાક દિન ઉજવણી

PRP.R

તાપી(એજંસી) ગુજરાતના રાજ્યપાલ શ્રી નવલ કિશોર શર્માએ આજે 59માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમીત્તે તાજેતરમાં નવા રચાયેલા તાપી જિલ્લાના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ત્રીરંગો ફરકાવીને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ આ ધ્વજવંદન કાર્યક્રમમાં પરંપરાગત રીતે પોલીસકર્મચારીઓએ પરેડ કરી હતી અને શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં જ તાપી જિલ્લાની રચના કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં સુરજ જિલ્લાના આદિવાસી વિસ્તારોને અલગ કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે.

આ વર્ષે ખાસ વાત એ છે કે ત્રણ ગુજરાતીઓની પદ્મ એવોર્ડસથી સન્માનવામાં આવ્યા છે. તેમાં પદ્મભુષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલા ખ્યાતનામ અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ અને અમેરિકામાં આવેલા નાસામાં કામગીરી બજાવતા અવકાશયાત્રી સુનિતા વીલીયમ્સ તેમજ સાહિત્યમાં પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા ભોળાભાઈ પટેલનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો