સતત વધતી ગણપતિની મૂર્તિ

W.D
અનુપપુર જીલ્લાના ગાઢા જંગલોની વચ્ચે આવેલ નાનું એવું સુંદર નગર આવેલ છે- અમરકંટક. અહીંયા નર્મદા મંદિરથી ઉત્તર દિશા તરફ લગભગ 35 કિમી દૂર આવેલ રાજેન્દ્રગામની અંદર ગણેશ મંદિરમાં સ્થાપિત કરેલ પ્રતિમા સતત વધી રહી છે. આ મૂર્તિનો આકાર કેવી રીતે અને કેમ વધી રહ્યો છે તેનું રહસ્ય અકબંધ છે.

પોતાની અંદર કેટલાયે પ્રકારની વિશેષતાઓ અને ધાર્મિક જનશ્રુતિઓ સમાયેલ છે. આમાંનુ એક છે બહગડનાલા સ્થિત શ્રી ગણેશ મંદિર. અનુપપુરથી દક્ષિણ દિશામાં 35 કિમી દૂર આવેલ અને અમરકંટકના નર્મદા મંદિરથી ઉત્તર દિશાની તરફ લગભગ 35 કિમીની દૂરી પર રાજેન્દ્રગામ (પુષ્પરાજગઢ) ની નજીક ગણેશજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે.

આ દિવ્ય એટલા માટે છે કેમકે આ મૂર્તિ પૃથ્વી પર તેની જાતે જ પ્રગટ થઈ હતી. એટલુ જ નહિ પણ ગણપતિની મૂર્તિનો આકાર ત્યારથી સતત વધી રહ્યો છે. આ આકાર કેવી રીતે વધી રહ્યો છે તે વિશે કોઈ પણ સચોટ માહિતી નથી આપી શક્યું. ગણેશજીની મૂર્તિની ઉંચાઈ લગભગ 10 ફુટ છે. ગણેશજીના મંદિરની પાસે જ કલ્ચુરીકાલીન ખંડિત અવસ્થામાં શિવ મંદિર છે. આની નજીક જ ગૌરી કુંડ અને ગૌરી ગુફા છે.

ગૌરી ગુફાનો દ્વાર શિવદાબામાં જઈને ખુલે છે. એવું કહેવાય છે પાર્વતી માતા ભગવાન શિવશંકરની તપસ્યા માટે અહીંયા આવ્યાં હતાં અને ગણેશજીનો અવતાર પણ આ જગ્યાએ જ થયો હતો.

લીલોતરીથી ભરેલા પર્વતો અને વનની વચ્ચે આ ધાર્મિક સ્થળ નૈસર્ગિક પ્રાકૃતિક સુંદરતાને સમાવેલ છે. આ મંદિરની દેખભાળ ફક્કડ બાબા અને અન્ય સાધુ સંતો કરે છે. દરેક વસંત પંચમીના દિવસે અહીંયા વિશાળ મેળો ભરાય છે. જ્યાં દૂર દૂરથી ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

વેબદુનિયા પર વાંચો