Weather upadates- જાણો આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે
સોમવાર, 27 જાન્યુઆરી 2020 (11:49 IST)
રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા, આજે અને કાલે એમ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર તેમજ દ્વારકામાં વરસાદની આગાહી છે. વરસાદની આગાહીના પગલે ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે 27 અને 28 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 27 જાન્યુઆરીના રોજ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે ત્યારે 28 જાન્યુઆરી વડોદરામાં સામાન્ય વરસાદ પડે તેવું જણાઇ રહ્યું છે. ઉપરાંત 28મીએ જામનગર, દિવ સહિતનાં પંથકમાં હળવા વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં બાદ ફરીથી ઠંડીમાં વધારો થઇ શકે છે. ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર વિવિધ સિસ્ટમો સક્રિય થતા વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજકોટ-મોરબી હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકો મુસીબતમાં મુકાયા હતા. એક તરફ રાજકોટથી મોરબી હાઇવે ફોરલેન કરવાનું કામ ચાલુ છે ત્યારે બીજી તરફ ગાઢ ધુમ્મસને કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી. આમ પણ મોરબી હાઇવે અકસ્માત ઝોન બની ગયો છે ત્યારે ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકો વાહન ધીમું ચલાવી રહ્યા હતા.