અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા સેવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 187 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો.
.રાત્રિના નવ સુધીમાં શહેરના ચકુડીયા ઉપરાંત ઓઢવ, વિરાટનગર, પાલડી,ઉસ્માનપુરા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસી પડયા હતા.કોતરપુર વિસ્તારમાં રાત્રિના નવ સુધીમાં ૫.૫૦ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.શહેરમાં સવારના છથી રાત્રિના નવ સુધીમાં સરેરાશ 0.74 મિલીમીટર વરસાદ.
વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. એ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. જ્યારે અમદાવાદમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.