2 ઓગસ્ટ 1956માં બર્માના રંગૂનમાં મૂખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ થયો હતો

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (11:26 IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 62 મો જન્મ દિવસ છે. 2 ઓગસ્ટ 1956માં બર્માના રંગૂનમાં મૂખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિક લાલ અને માતાનું નામ માયાબેને છે. રમણિકલાલ 1960માં બર્માને છોડીને હંમેશા માટે ભારત આવી ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા. સીએ રૂપાણી ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા. ત્યાર પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી ૧૯૭૧ વર્ષથી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. તે સિવાય કટોકટીના સમયમાં ૧ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. તેમણે 7 ઓગસ્ટ 2016ના રોજ CM તરીકે શપથ લીધા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ રૂપાણીની ટ્વિટ કરીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર