સ્વદેશી વેન્ટીલેટર ધમણ-1 માટે રેગ્યુલેટરી લાયસન્સ લેવાયું જ નથી: નવો ધડાકો

મંગળવાર, 19 મે 2020 (17:55 IST)
કોવિડ 19ની બીમારી સામે બાથ ભીડવામાં પતા ખાવા બદલ અને ઉંચા મૃત્યુદરના કારણે ટીમનો સામનો કરી રહેલી વિજય રૂપાણીની સરકાર સામે ગુજરાત મોડેલના કબાટમાંથી વધુ હાડપિંજરો બહાર નીકળતા તેના માટે મુંઝવણની મોસમ બની છે. હવે એવું બહાર આવ્યું છે કે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોમાં 900 બનાવટી વેન્ટીલેટર ઈન્સ્ટોલ કરાયા પહેલાં માત્ર એક દર્દી પર આ ઈકિવપમેન્ટની પર્ફોમન્સ ટ્રાયલ લેવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈકિવપમેન્ટનો ડેમો આવનારા ફેક વેન્ટીલેર્સના નિર્માતાઓએ સ્વીકાર કર્યો હતો કે ગુજરાત સરકાર તેની અખબારી યાદીઓમાં વેન્ટીલેટર તરીકે પ્રચાર કરી રહી હોવા છતાં તે વેન્ટીલેટર નથી. ડેમોમાં હાજર રહેનારા તબીબી નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આવા મશીનમાં હ્યુમીડીટીફાયર, ક્ધડેન્સર અને માસ્ક પણ હોવા જોઈતા હતા. ડેમો વખતે ઉપસ્થિત એક અખબારના પ્રતિનિધિએ જયોતિ સીએનસીના સીએમડી પરાક્રમસિંહ જાડેજાને ‘વેન્ટીલેટર’ની પર્ફોમન્સ ટ્રાયલ વિષે પૂછયું હતું. તે જવાબ આપે એ પહેલાં અમદાવાદ સિવિલ ખાતેના ફરજ પરના ખાસ અધિકારી ડો. એમ.એમ.પ્રભાકરે માઈક ઝુંટવી લઈ ધ્યાન ભટકાવ્યું હતું. આ બનાવટી વેન્ટીલેટર કૌભાંડ રહસ્યમય બની રહ્યું છે. ગુજરાતમાં રાજય સરકારની 900 હોસ્પિટલમાં આ મશીન કોરોનાના દર્દીઓની સારવાર માટે ફીટ કરાયું છે. અમ્બુ બેગને વેન્ટીલેટર ગણાવવામાં આંખનું મટકું પણ ન માનનારી ગુજરાત સરકારે મેડીકલ ડિવાઈસીસ રૂલ્સ 2017નો ભંગ કરી ઈકિવપમેન્ટને પર્ફોમન્સ ટ્રાયલ લેવાની ચિંતા પણ કરી નહોતી.મશીનની ટ્રાયલ માટે નિયમ મુજબ એથિકસ કમીટીની પણ રચના કરવામાં આવી નહોતી. આવા 900 મશીન હોસ્પિટલમાં મુકાતા પહેલાં માત્ર એક દર્દી પર તેનો પ્રયોગ થયો હતો. ડ્રગ્સ એન્ડ કોરમેટીકસ એકટ (7940) હેઠળના તમામ ડ્રગ નિયંત્રણો આધારીત રેગ્યુલેટરે નેટવર્કને તમામ મેડીકલ ડીવાઈસીસએ અનુસરવું રહે છે. પરંતુ આ નિયમોનો સ્પષ્ટપણે ભંગ થયો હતો. રાજય સરકારના ટોચના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ કાયદા પ્રમાણે વેન્ટીલેટર સી અને ડી કેટેગરીમાં આવે છે અને એ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાના લાયસન્સની જરૂર પડી છે. એથી આ કેન્દ્ર સરકારની હકુમતમાં આવે છે, રાજય સરકારની નહીં. લાયસન્સ મેળવવા વેન્ટીલેટરની પર્ફોમન્સ ટ્રાયલ માટે એથિકસ કમીટીની રચના કરવી પણ જરૂરી છે. આથી સમીતી સમક્ષ ચીફ ઈન્વેસ્ટીગરે ટ્રાયલ વિષે, દર્દીઓની સંખ્યા બાબતે અને દર્દીઓની તબીબી હાલત મામલે પ્રેઝન્ટેશન આપવું પડે છે. જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધમણ-1ને ડીસીજીઆઈનું લાયસન્સ મળ્યું નથી અને માત્ર એક દર્દી પર પર્ફોમન્સ ટ્રાયલ લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ એક્રીડીટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ ફોર આઈએસઓ 86101 અને આઈસી 60601 દ્વારા એપ્રુવ્ડ લેબમાં મશીનનો ટેસ્ટ કરાયો હતો. અમે મધ્યસ્થ માર્ગદર્શિકાને અનુસરી રહ્યા છે. તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એથિકસ કમીટીની સામે એક દર્દી પર ટ્રાયલ થઈ હોવાનું જણાવ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ સમીતીમાં ક્રીટીકલ કેર એકસપર્ટ નહીં પણ મેડીસીનના પ્રોફેસર ડો. કમલેશ ઉપાધ્યાય અને એનેસ્થેટિસ્ટસામેલ હતા. 230 ધમણ-1 મશીન હોવા છતાં ડોકટરોએ વધુ વેન્ટીલેટરની માંગણી કર્યા પછી આ મશીનની બિઅસરકારકતા બહાર આવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર