વાયુની અસર / પોરબંદરમાં ભૂતેશ્વર મંદિર ધરાશાયી

ગુરુવાર, 13 જૂન 2019 (17:18 IST)
'વાયુ' વાવાઝોડાથી તારાજીની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે પોરબંદરની જૂની દીવાદાંડી નજીક આવેલું 50 વર્ષ જૂનું ભૂતેશ્વર મહાદેવનું મંદિર ધરાશાયી થયું છે. દરિયાના મોજાના કારણે મંદિર તૂટ્યું હતું. મંદિરનો મોટો ભાગ દરિયામાં તણાયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોઇ જાનહાનિ થઇ નથી. વાયુ વાવાઝોડાને પગલે મંદિરમાં કે તેની આસપાસનાં વિસ્તારમાં કોઇ હતું નહીં જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. આ સિવાય માધવપુરમાં પણ ભારે પવનને કારણે એક મકાન ધરાશાયી થયું છે. જેના કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ પોરબંદર જૂની એસ.પી. કચેરીની છત પરથી જીસ્વાન ટાવર પડતા કનેક્ટિવિટી ફેઇલ થઇ ગઇ છે. વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની અસર થશે. વહેલી સવારથી જ સોમના
નાથ-વેરાવળમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર જ ઉભા કરાયેલા શેડને નુકસાન પહોંચ્યું છે. શેડના પતરા ભારે પવનને કારણે ઉડતા લોકોમાં ભયનો માહલો ઉભો થયો હતો. બાદમાં બચી ગયેલા પતરાને મંદિરના વહીવટી તંત્રએ ઉતરાવી લીધા હતા.તો આ તરફ વેરાવળમાં ભારે પવન ફુંકાતાં રેલવે સ્ટેશનનું બોર્ડ ઉડી ગયું હતું અને કોલેજની દીવાલ ધરાશાયી થઈ હતી.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર