નેપાળી દંપત્તિ શંકરસિંહ વાઘેલાના વસંત વગડોમાંથી રોકડ અને સોનું લઈ ફરાર થઈ ગયાં

સોમવાર, 18 માર્ચ 2019 (11:50 IST)
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતી 12 તોલા સોનુ અને રૂ. 3 લાખ રોકડા લઈ ફરાર થઈ ગયું છે. ઘરઘાટી તરીકે કામ કરતા પતિ-પત્ની બાળકોને લઈ નેપાળ જતા રહ્યાં છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા તજવીજ શરૂ કરી છે. શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર- રાંધેજા રોડ પર આવેલા વસંત વગડા નામના બંગલામાં ચાર વર્ષથી બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદા ઘરઘાટી તરીકે કામ કરતા હતા. દંપતી બાળકો સાથે વસંત વગડામાં જ રહેતા હતાં. શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે ત્રણ લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મુક્યા હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. 7 ફેબ્રુઆરી 2019એ લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા ન હતાં. ઘરમાં કામ કરતા અન્ય લોકોને પૂછતાં જે રૂમમાં દાગીના અને રોકડ મૂકી હતી તે રૂમની સાફસફાઈ શંભુ અને તેની પત્ની કરતા હતા. શંભુને ફોન કરી પરત આવવાનું કહેતા હું પરત આવી જઈશ તેમ કહ્યું હતું છતાં પરત આવ્યો ન હતો. જેથી આ ઘરઘાટી દંપતી જએ જ ચોરી કરી હોઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર