વડોદરાના વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી જય એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આગની ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા સહિત પાંચ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું છે. આગની ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા, અપોલો, ગેલ ઈન્ડીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટીના અગ્નિશામક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવવાનું આરંભ્યું હતું. આગ લાગતાં પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા.
વાઘોડીયા GIDC સ્થિત શેડ નં-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો. જ્યાં અચાનક આજે વહેલી સવારે સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. છેલ્લા બે કલાકથી પણ વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી. જો આગ કાબૂમાં ન આવે તો ત્યાં આસપાસમાં વિસ્તારમાં આગ પ્રસરી પ્રસરવાનો ભય સતાવી રહ્યો છે. આ આગથી કરોડોનુ નુકસાન થવાની સંભાવના છે. જોકે, આગની હોનારત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આખે આખી કંપની આગની લપેટોમા આવી ગઈ છે. આગ લાગવા પાછળનુ કારણ હજી અકબંધ છે.