સિદ્ધપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવતી નથી. પરંતુ આ વર્ષે 143 વર્ષ જૂની પરંપરા તોડશે. સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકના લીધે સિદ્ધપુરવાસીઓ ઉત્તરાયણ ઉજવણી કરતા ન હતા. પરંતુ આ વર્ષે સિદ્ધપુરના સ્વૈચ્છિક સંગઠનોએ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષો પછી પહેલીવાર ઉત્તરાયણ દિવસે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું જોવા મળશે.
1878માં ઉત્તરાયણના દિવસે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું અકાળે નિધન થયું હતું. જેના લીધે સિદ્ધપુરવાસીઓએ તેમના શોકમાં ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાનું બંધ કર્યું હતું અને દશેરાના દિવસે પતંગ ચગાવતા હતા. ત્યારે કેટલાક એનજીઓ દ્વારા સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે આકાશમાં પતંગ ચગે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમની મહેનત રંગ લાવી રહી છે. બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી.
હિતરક્ષક ગ્રુપના રાજુભાઈ રાવલે જણાવ્યું હતું કે આ વર્ષે 10,000 અને અને 1,000 ફીરકી વેચવાનો ટાર્ગેટ રાખ્યો હતો, તેમણે ચાર દિવસ પહેલાં પતંગો વહેંચવાનું શરૂ કરી દીધું હતું. સિદ્ધપુરના જુદા જુદા વિસ્તારોમાં વહેંચણી કરવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ 10 પતંગો અને એક ફિરકી આપવામાં આવી હતી.