એક્શનમાં યોગી, પહેલા જ દિવસે યૂપીના CM આદિત્યનાથે કર્યા આ 5 મોટા એલાન

સોમવાર, 20 માર્ચ 2017 (11:59 IST)
યોગી આદિત્યનાથે રવિવારે ઉત્તર પ્રદેશના 21માં મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા આ સાથે જ યૂપીમાં યોગી યુગની શરૂઆત થઈ ગઈ. શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી અને અમિત શાહ ઉપરાંત તમામ મોટા નેતાએ ભાગ લીધો. ત્યારબાદ યોગી આદિત્યનાથે પહેલી પ્રેસ કૉંફ્રેંસમાં યૂપીની નવી સરકારની પ્રાથમિકતાઓને ગણાવી અને કહ્યુ કે અમારી સરકાર રાજ્યમાં કાયદો-વ્યવસ્થા સુધારવા અને સૌના વિકાસ માટે કામ કરશે. પહેલા દિવસે યોગી સરકારની તરફથી પાંચ મોટા એલાન કરવામાં આવ્યા. 
 
1. 15 દિવસમાં મંત્રી આપશે પોતાની સંપત્તિની વિગત 
 
સીએમ બનતા જ યોગી આદિત્યનાથે રવિવારે પોતાના મંત્રીઓ સાથે અનૌપચારિક મીટિંગ કરી. ત્યારબાદ પ્રેસ કૉન્ફેંસ કરી. આ દરમિયાન યોગી સરકાર તરફથી એક મોટુ એલાન કરવામાં આવ્યુ. યૂપીની બીજેપી સરકારે પોતાના બધા મંત્રીઓને 15 દિવસની અંદર પ્રોપર્ટીની પૂરી વિગત સાર્વજનિક કરવાનુ કહેવામાં આવ્યુ છે. આ સાથે યોગી સરકારે સ્પષ્ટ કર્યુ કે ભ્રષ્ટાચારના મામલા બિલકુલ સહન કરવામાં નહી આવે. 
 
2. યુવાઓ માટે રોજગાર સૃજન પર ફોકસ 
 
સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે ઉત્તર પ્રદેશ સરકાર યુવાઓન સપનાને સાકાર કરવા માટે રોજગાર અને સ્વરોજગારની તક સૃજિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે બીજેપીના સંપલ્પપત્રમાં કરવામાં આવેલા વચનો પૂરા કરવામાં આવશે. 
 
3. મંત્રીઓને બેતુકા નિવેદનોથી દૂર રહેવા કહ્યુ  - પોતાના નિવેદનોથી મોટાભાગે વિવાદમં આવનારા યોગી આદિત્યનાથે યૂપીના સીએમ બનતા જ મંત્રીઓને ગમે તેવા નિવેદનો આપવાથી દૂર રહેવા કહ્યુ છે. 
 
4. યૂપી સરકાર માટે બે પ્રવક્તાઓની નિમણૂંક 
 
સીએમ યોગી આદિત્યનાથે પોતાના બે મંત્રીઓ શ્રીકાંત શર્મા અને સિદ્ધાર્થ નાથ સિંહને યૂપી સરકારના પ્રવક્તા બનાવ્યા છે. આ બંને નેતા પાર્ટીના દિલ્હી મુખ્યાલમાં મીડિયા સેલના પ્રભારી રહી ચુક્યા છે. 
 
5. ગ્રામીણ વિસ્તાર પર વિશેષ ધ્યાન 
 
સીએમ યોગી આદિત્યનાથે એલાન કર્યુ કે ખેતીને યૂપીના વિકસનો આધાર બનાવવામાં આવશે અને ખેડૂતોની ઉન્નતિ સરકારની પ્રાથમિકતા રહેશે. સાથે જ સીએમ યોગી આદિત્યનાથે એલાન કર્યુ કે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે જુદી યોજના બનાવીને કામ કરવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો