ઉત્તર પ્રદેશના આગરામાં સોમવારે સવારે લખનૌથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ યમુના-એક્સપ્રેસ વે પર ઝરણા નાળામાં પડવાથી 29 લોકોના મોત થઈ ગયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા રાહત અને બચાવ કાર્યના અધિકારીઓને આદેશ આપ્યો છે. વરિષ્ઠ પોલીસ અધીક્ષક બબલૂ કુમારે જણાવ્યુ કે લખનૌથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ યમુના-એક્સપ્રેસ વે પર ઝરના નાળામાં પડી ગએ. તેમણે જણાવ્યુ કે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યુ છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને વળતરની જાહેરાત પણ કરી દીધી છે. સરકારે જીવ ગુમાવનાર લોકોના પરિવારવાળાને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે 6 લેનનો યમુના એક્સપ્રેસ વે 165 કિલોમીટર લાંબો છે. આ એક્સપ્રેસ-વે ગ્રેટર નોઇડાને આગ્રા સાથે જોડે છે. તેને 2012મા બનાવાયો હતો.