કચ્છ જિલ્લામાં 13 માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી, કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો

શુક્રવાર, 10 માર્ચ 2023 (13:30 IST)
ખેડૂતો હજુ માવઠાંની મારમાંથી બેઠાં થયા નથી, ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ કચ્છમાં કેટલાક સ્થળે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 

આ આગાહીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોને કેટલાક મહત્વના સૂચન કરવામાં આવ્યા છે.હવામાન વિભાગે ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ તરફ વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા-સાબરકાંઠા-અમરેલી, કચ્છ તરફ પણ વરસાદ રહી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે ખેડૂતોને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. ખેડૂતે ખેતરમાં પાણી પીવડાવવા અને અન્ય ખેતી લક્ષી બાબતોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવવામાં આવ્યુ છે. હાલમાં કેરી, ઉનાળુ મગફળી, જવાર અને બાજરીની સિઝન છે. આ બાબતે એગ્રીકલચર વિભાગને ધ્યાન દોરવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લામાં 13 માર્ચ 2023માં કમોસમી વરસાદની અગાહીના પગલે સાચવેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી તરફથી આ કમોસમી વરસાદને લઇને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તારીખ 13 માર્ચના રોજ કચ્છમાં કમોસમી વરસાદ વરસશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ. સાથે જ આ દરમિયાન ખેડૂતોએ શું સાવચેતી રાખવાની તે અંગે જણાવવામાં આવ્યુ છે.ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે તેમણે શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા. તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા સૂચના અપાઇ છે. APMC, ખરીદ કેન્દ્રને અને અન્ય ગોડાઉનમાં રહેલી ખેત-જણસના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસોના જથ્થાને કોઇ નુકસાન ન થાય તે રીતે રાખવા માટે જણાવવામાં આવ્યુ છે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. 13 માર્ચથી કેટલાક દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર