પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં, પણ તેમનો અલગ ક્વોટા બનાવી શકાય - રામદાસ અઠાવલે
શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (20:43 IST)
કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન રામદાસ અઠાવલેએ ગુજરાતની મુલાકાત દરમ્યાન અનામત અંગે નિવેદન આપતા રાજકીય ગરમાવો આવ્યો છે. અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રામદાસ અઠાવલેએ પાટીદારોને અનામત મળવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય છે. રામદાસ અઠાવલેએ દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે, કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી મહત્વનું છે કે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ RPI પ્રમુખના પિતાના બેસણામાં હાજરી આપવા માટે આવ્યા છે ત્યારે તેઓ RPIના કાર્યકરો સાથે પણ બેઠક યોજી તેમની સાથે ચર્ચાઓ પણ કરશે.