ઉનાની સ્પેશિયલ કોર્ટે બળાત્કાર પીડિતાને ૩ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ સરકારે હજુ સુધી એક રૂપિયો પણ ચૂકવ્યો નથી. સરકારની દલીલ છે કે તે પીડિતાને ૧ લાખ રૂપિયાથી વધારે વળતર આપી શકે તેમ નથી. ત્યારે ૩ લાખ રૂપિયા ન ચૂકવવા પડે તે માટે રાજય સરકારે કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાજય સરકારે દલીલ કરી છે કે, યોજના પ્રમાણે પીડિતાને ૧ લાખનું વળતર મળી શકે તેમ છે. અને કોર્ટ પાસે એવી સત્તા નથી કે પીડિતાને કેટલું વળતર ચૂકવવું તે નક્કી કરે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ૧૫ વર્ષીય છોકરી સાથે ૨૦૧૫માં દુષ્કર્મ થયું હતું.