પોળો ફોરેસ્ટમાં હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યાઃ બંને મૃતકો ઉત્તર પ્રદેશના હતાં

શુક્રવાર, 31 મે 2024 (00:24 IST)
Two youths drowned
, ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનામાં નદી કે તળાવમાં ડૂબવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. દાંડીના દરિયામાં એક જ પરિવારના લોકો ડૂબ્યા હોવાની ઘટન બાદ વડોદરાના પોઈચામાં પણ સુરતના યુવકો ગરકાવ થઈ ગયાં હતાં. તે ઉપરાંત બોટાદમાં બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા અને વડોદરામાં મહી નદીમાંથી ચાર મૃતદેહો મળ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મહાદેવપુરામાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકીના મોત નીપજ્યા હતાં. હવે સાબરકાંઠામાં વિજયનગરના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં આવેલી હરણાવ નદીમાં 12 યુવકો ન્હાવા પડ્યા હતાં જેમાથી બે યુવકોનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. 
 
આ યુવકો ઉત્તરપ્રદેશના મિરઝાપુરના છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ફરવાના સ્થળ પોળો ફોરેસ્ટમાં હરણાવ નદીમાં ન્હાવા માટે 12 યુવકો પડ્યા હતા. ન્હાવા પડેલા 12માંથી 2 યુવકોના મોત નીપજ્યા છે. આ યુવકો ઉત્તરપ્રદેશના મિરઝાપુરના છે. નદીમાં ડૂબીને મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર મોકલવામાં આવ્યા છે. પોળોમાં આવેલી નદીઓમાં ડૂબવાના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે છતાં તંત્ર નિષ્ક્રિય છે. નદીની આસપાસ સાવચેતી માટે સાઇન બોર્ડ લગાવાયું નથી.
 
છેલ્લા અઠવાડિયામાં આ બનાવો બન્યાં
બુધવારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલભંડી ગામની નદીમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી ગયા હતા. બંને બાળકો બાલભંડી ગામમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના હતા. પરિવારના દીકરી અને દીકરી નદીમાં ન્હાવા ગયા હતા. માતા-પિતાએ શોધખોળ કરતા બંને બાળકો નદીમાંથી મળ્યા હતા. બંને બાળકોને કાલાવડની સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. જયારે મંગળવારે અરવલ્લીના બાયડમાં આવેલ ઝાંઝરી ધોધમાં 3 યુવકો ડૂબ્યા હતા. અમદાવાદના ઓઢવના ત્રણ યુવકો ઝાંઝરી ધોધમાં ન્હાવા પડ્યા હતા, જેમાંથી બે યુવકો લાપતા થયા અને એકનો આબાદ બચાવ થયો. લાપતા યુવકોને શોધવા માટે NDRF તથા ફાયર વિભાગની ટીમોએ શોધખોળ શરૂ કરી હતી. અગાઉ અમરેલીમાં પણ ખાખબાઈ ગામે ધાતરવડી નદીમાં ડૂબવાથી સગીરનું મોત નીપજ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર