ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીને સંબંધીત ફરિયાદો જેવી કે હેન્ડપંપ રીપેરીંગ , મીની પાઈપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈપણ ફરિયાદ નાગરિકો આ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘૧૯૧૬’ ઉપર નોંધાવી શકે છે.
યાદીમાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે.