જાણીતા ન્યુઝ પોર્ટલ વાયરના જર્નાલિસ્ટ્સને ગુજરાત હાઈકોર્ટે સોમવારે મોટો આંચકો આપ્યો હતો. ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીની આવકમાં થયેલા અચાનક વધારાને લઈને આ ન્યુઝ પોર્ટલે આર્ટિકલ લખ્યો હતો જેને લઈને વિરોધ પક્ષોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ જય શાહે જવાબાદરો વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. જેને રદ કરવા માટે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જોકે કોર્ટે તેને માન્ય રાખી નહોતી. કેસની સુનવણી કરતા જસ્ટીસ જે.બી. પારડીવાલાએ ક્રિમિનલ બદનક્ષીના કેસની કાર્યવાહી બંધ કરવાની ના પાડી હતી.