તાયફાપ્રેમી ભાજપ પાર્ટી દ્વારા આયોજિત નવો "જન આશીર્વાદ યાત્રા" નામનો તાયફો ખરેખર તો "જન અપમાન યાત્રા" છે" આપ

શનિવાર, 21 ઑગસ્ટ 2021 (09:18 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હાલ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો ચૂંટણીમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત બનાવવા માટે પૂરજોશમાં રેલી અને યાત્રાઓ યોજી રહી છે. આ યાત્રાઓમાં એકબીજા પર દોષારોપણનો કરવામાં આવી રહ્યા છે ત્યારે આપ દ્વારા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી જન આર્શીવાદ યાત્રાને જન અપમાન યાત્રા ગણાવી છે. 
 
ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ પાર્ટી સરપંચથી માંડીને રાજ્ય સરકાર સુધી શાસન કરી રહી છે. વળી છેલ્લા સાત વર્ષથી તો કેન્દ્રમાં પણ ભાજપ બહુમતીથી સત્તામાં છે. 
થોડા સમય પહેલા જ કોરોનાની બીજી લહેર આવી ત્યારે તેના માટે ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યુ નહોતુ. આગોતરા આયોજનના અભાવે જનતાની હાલત એટલી બધી હદે ખરાબ થઇ કે કોરોનાગ્રસ્ત લોકો હોસ્પિટલોમાં એડમીટ થવા માટે વલખા મારતા હતા. 
 
એમ્બુલન્સોની મોટી-મોટી લાઈનો લાગેલી હતી, સરકારી હોસ્પિટલોના દરવાજા બધં કરી દેવાના આદેશો કરી દેવામાં આવ્યા હતા. સરકારી એમ્બુલન્સમાં દર્દી આવે તેને જ એડમીટ કરાશે જેવા વાહિયાત અને અસંવેદનશીલ નિર્ણયો જાહેર કરાયા, લોકો સરકારી હોસ્પિટલોમાં બેડ, વેન્ટીલેટર, સારવાર, દવાઓ અને ઇન્જક્કશનો, ઓક્સિજનની બોટલો માટે રોજ લાંબી લાંબી લાઇનો લગાવી પોતાના સ્વજનને બચાવવા વલખા મારી રહ્યા હતા. 
 
ત્યારે ભાજપના આ નફ્ફટ નેતાઓ પોતાના ફોન સ્વીચ ઓફ કરી દિધેલા. ભાજપના નેતાઓ લોકોના ફોન પણ ઉપાડવાની તસ્કી લેતા નહોતા, અને જે નેતાઓએ ભૂલથી ફોન ઉપાડ્યા તેમણે જનતાને વાહિયાત અને બેદરકારીભર્યા જવાબો આપેલા જેના રેકોર્ડિંગ પણ મીડીયાના અને સોશીયલ મીડીયાના માધ્યમથી પ્રસિદ્ધ થયેલા જેનાથી સૌ કોઇ વાકેફ છે.
 
જ્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા કોરોના મહામારીમાં મુત્યુ પામેલા દિગંવત આત્માઓ વિશે સંવેદનાના બે શબ્દો કહેવાનો પણ સમય ન હતો ત્યારે આમ આદમી પાર્ટીએ જનતાના દુઃખમાં ભાગીદાર બનવાનું નક્કી કર્યું.
 
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ ગામડે ગામડે જઈને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના જે આંકડાઓ સરકારે છુપાવ્યા છે તેની સાચી માહિતી બહાર લાવવી, દુઃખી પરિવારને સંવેદનાના પાઠવવી અને તેમના પરીવાર માટે યોગ્ય વળતરની માંગણી કરવાના હેતુથી AAP દ્વારા "જન સંવેદના મુલાકાત” કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. 
 
આ જન સંવેદના મુલાકાત કાર્યક્રમને લોકોનો જે અભુતપૂર્વ પ્રેમ મળ્યો, જે અભુતપૂર્વ આવકાર મળ્યો, અને લોકોએ જે રીતે આ હકારાત્મક પગલાને આવકાર્યું તેનાથી ભાજપે ડરીને પોતાના તરફના જનતાના ગુસ્સાને ડામવા અને પોતાની રાજનૈતિક હેતુને સિદ્ધ કરવા પાંચ કેન્દ્રીય મંત્રીઓના નેતૃત્વમાં "જન આશીર્વાદ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું. આ આશીર્વાદ યાત્રામાં સંપૂર્ણપણે સત્તાનો દુરઉપયોગ કરી, તંત્રનો દુરઉપયોગ કરી, લોકોના પૈસાનો દુર ઉપયોગ કરી પરાણે ભીડ ભેગી કરી દેખાડો કરી ગુજરાતની જનતાનુ ઘોર અપમાન કરી રહ્યા છે.
 
જે લોકોએ પોતાના ઘરના જવાબદાર વ્યક્તિ ગુમાવ્યા જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા તેની મજાક ઉડાવતા હોય તેવી રીતે આ પ્રકારના તાયફાઓ કરી મોત પર રાજનીતી કરવા ટેવાયેલી ભાજપએ તમામ મૃતકો અને તેમના સ્વજનનોનું અપમાન કરી રહી છે. 
 
સાથે-સાથે કેન્દ્રીય મંત્રીઓને યાત્રામાં ઉતારી ભાજપે એ પણ સાબીત કરી દિધુ કે, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ કોરોના મહામારીમાં નિષ્ફળ નિવડ્યા છે, ગુજરાતની જનતા રાજ્ય સરકારના અણધડ, બેજવાદાર અને નિષ્ફળ શાસનથી ખુબ આક્રોશમાં છે ઉપરથી ભાજપે આ યાત્રામાં દાજ્યા પર ડામ જેવો ધાટ ઉભો કરીને લોકોના આક્રોશને વધુ ઓક્રોશમાં તબદીલ કરવાનો કારસો ધડી રહી છે. 
 
જ્યારે બીજુ બાજુ વિપક્ષમાં બેઠેલી નિરસ અને નિષ્ફળ કોંગ્રેસ પણ જાણે અચાનક ઊંઘમાંથી જાગી હોય એમ “ન્યાય યાત્રા” કાઢવાની જાહેર કરીને જાણે કે આ બન્ને પક્ષો મોત પર રાજનીતિ કરવાની ફરીફાઇ આદરી હોય એમ બેશર્મ બની ગયી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને સાંત્વના, દિલાસો અને ભરોસો આપે છે કે ગુજરાતની જનતા સાથે થઇ રહેલા આ અપમાનને આમ આદમી પાર્ટી ક્યારેય સાખી નહિ લે, કોરોના મહામારીમાં મુત્યુ પામેલા લોકોની પરની આ રાજનીતિ ક્યારેય ચલાવી નહિ લે અને આ બન્ને પક્ષોની મેલી રમતને ખુલ્વી પાડવામાં કોઇ કચાચ ક્યારેય નહિ રાખે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર