ગુજરાત રાજ્ય સરકારી મહામંડળે પડતર પ્રશ્નોને લઈ સરકારને રજૂઆત કરી, જાણો શું માંગ્યું

શુક્રવાર, 26 મે 2023 (13:13 IST)
ગુજરાત રાજ્ય સરકારી મહામંડળે પડતર પ્રશ્રોને લઈને સરકારને રજૂઆત કરી છે. આ માટે મંડળે સરકારને પત્ર લખીને પોતાની માંગની રજૂઆત કરી હતી. મંડળે મુખ્ય સચિવ અને નાણાં વિભાગને પણ પત્ર લખ્યો હતો.ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજયના કર્મચારીઓના બાકી રહેતા લાભો અંગે મુખ્યમંત્રી, નાણામંત્રી, મુખ્ય સચિવને પત્ર લખીને રજૂઆત કરી છે. કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ બાકી રહેતા લાભો આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

મહામંડળના પ્રમુખ સતિશ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરીએ સરકારને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી- કર્મચારીઓને તમામ નિયત કરેલા લાભ અને વળતર ભથ્થા તારીખ 1-1-2016થી આપવામાં આવે  તેવી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અને મહામંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઇ, મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તા અને નાણાં વિભાગના અગ્ર સચિવને પત્ર લખવામાં આવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી અને કર્મચારીઓને પગારપંચ તેમજ અન્ય લાભો લાગુ પાડવાનું રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સાતમાં પગારપંચ મુજબના તમામ નિયત કરેલા લાભો જેવા કે, LTC, મુસાફરી-દૈનિક ભથ્થું, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ ભથ્થું, બદલી વળતર ભથ્થું વગેરે આપવામાં આવે તેવી માંગ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર