અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી ભરચક ટ્રાફિકની વચ્ચે યુવતીએ છલાંગ લગાવી

સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (19:25 IST)
અમદાવાદ શહેરમાં આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં ભરચક ટ્રાફિક વાળા વિસ્તાર ગણાતા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક યુવતીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોએ યુવતીને બચાવી હતી. ત્યાર બાદ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી એક યુવતીએ કોઈ કારણસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બ્રિજ પરથી કૂદકો માર્યો ત્યારે એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું.બ્રિજની નીચેથી લોકો તેને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. પરંતુ કોઈ તેને બાચવે તે પહેલાં તેણે બ્રિજ પરથી કૂદકો માર્યો હતો.

આ સમગ્ર મામલાની જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ પણ પહોંચી હતી. જ્યારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે 108 એમ્બ્યુલન્સને જાણ થઈ હતી કે, કોઈ યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદકો મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેને તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ યુવતીનું આ કરવા પાછળનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર