ગુજરાતમાં આજથી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ શરૂ થશે

શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (10:10 IST)
કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા તા.૧૪ થી તા.૧૬ મી ઓકટોબર,૨૦૨૨ દરમિયાન ગુજરાતના એકતાનગર ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવો ભાગ લેશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીશ્રી કિરેન રિજીજુ દ્વારા ચાવીરૂપ સંબોધન કરવામાં આવશે.
 
કાયદા અને ન્યાય મંત્રાલયની આ પહેલ ભારતની કાયદાકીય વ્યવસ્થાને લગતા વિવિધ વિષયો પર ચર્ચા માટે એક મંચ પ્રદાન કરશે જેથી નીતિ નિર્માતાઓ દેશના ભવિષ્ય માટે રોડમેપ વિકસાવી શકે. આ પરિષદ વિચારોના આદાન-પ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની શ્રેષ્ઠ પ્રથાઓનું શેર કરવાની તક પૂરી પાડશે. જે તેના નાગરિકો અને ખાસ કરીને સમાજના નબળા વર્ગોના હિતમાં દેશની સમગ્ર કાનૂની વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે સેવા આપી શકે અને એ રીતે "સમાવેશક અને વાઇબ્રન્ટ ન્યુ ઇન્ડિયા" બનાવવા માટે તેમને સશક્તિકરણ પ્રદાન કરી શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર