શ્રાવણમાં સુમસામ બનશે ગુજરાતના પ્રસિદ્ધ મંદિર, ભક્તો નહી કરી શકે દર્શન

ગુરુવાર, 16 જુલાઈ 2020 (11:53 IST)
હિંદુ કેલેન્ડર પ્રમાણે 6 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. જ્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 21 જુલાઈથી ભગવાન શિવનો મહિનો શરૂ થશે. દર વર્ષે શ્રાવણ મહિના શિવભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પરંતુ કોરોનાકાળમાં ગુજરાતમાં દિવસેને દિવસે કંઈક નવું જાણવા મળી રહ્યું છે. લોકડાઉન બાદ ગુજરાતમાં અનલોક કર્યા બાદ ધીરેધીરે અનેક મંદિરોને ખોલવાની પરમિશન આપવામાં આવી હતી. 
 
જોકે આ વખતે કોરોના મહામારીને પગલે આ વખતે શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના મંદિરોમાં ભક્તો ભગવાન શંકરને જળાભિષેક કરી શકશે નહીં. પરંતુ હવે ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના પગલે આ નિર્ણય લેવાયો છે.
 
ખેડામાં કોરોના સંક્રમણ વધી રહેવાને પગલે પ્રસિદ્ધ મીનાવાડા દશામાંનું મંદિર બંધ રહેશે. 20 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવામાં આવશે. શ્રાવણ મહિનામાં આવતા દશામાના વ્રતનો ખુબ જ મહિમા રહેલો છે, ત્યારે મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવાનો નિર્ણયના કારણે હજારો શ્રદ્ધાળુઓને દુ:ખ પહોંચી શકે છે.
 
આ વર્ષે કોરોનાવાઇરસના કારણે 12માંથી 6 જ્યોતિર્લિંગ ભક્તો માટે બંધ રહેશે અથવા મંદિરને ખોલવા અંગે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી. દરમિયાન જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં પાલખીયાત્રા મુલતવી રાખવામાં આવી છે તેમજ મહાપૂજા-આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં આપવામાં આવે. આ ઉપરાંત ધ્વજાપૂજામાં પણ માત્ર પાંચ લોકો જોડાઇ શકશે. બહારગામથી આવતા દર્શનાર્થીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા  બાદ જ સોમનાથ મંદિરે આવવા માટે અપીલ કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં પ્રવેશતા પ્રત્યેક દર્શનાર્થીનું સૌપ્રથમ ટેમ્પરેચર ચકાસવામાં આવશે અને પછી જ તેમને પ્રવેશ અપાશે.
 
મંદિરમાં શાસન દ્વારા નક્કી કરેલાં નિયમોનું પાલન કરવું પડશે. બધા ભક્તોએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ મંદિરોમાં ભક્ત માત્ર દર્શન કરી શકશે, અહીં બેસીને પૂજા કરવાની મંજૂરી નથી. જો કોઇ વ્યક્તિને મહામારી સાથે સંબંધિત કોઇપણ લક્ષય હશે તો તેને દર્શન માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
 
દર વર્ષે શ્રાવણ માસમાં અહીં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો આવતા હોય છે,જય ગોપનાથના નાંદથી આ મંદિર ગુંજી ઉઠતું હોય છે.જે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં સુમસામ જોવા મળશે.કોરોના મહામારીને ધ્યાને રાખી શ્રાવણ માસ દરમિયા આ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. 
 
તો બીજી તરફ કોરોનાને કારણે શ્રાવણ માસમાં કિલેશ્વર મહાદેવ મંદિર બંધ રાખવા દ્વારકા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તા.19 જુલાઇથી 23 ઓગષ્ટ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર