તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે.
તા
લુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાશે. 28મી ફેબ્રુઆરી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થશે અને 2 માર્ચે મત ગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં પહેલા તબક્કામાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં ભાજપે બાજી મારી છે અને હવે તાલુકા-જિલ્લા-પાલિકાની ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમા ફટકો પડતા કોંગ્રેસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ, જિલ્લા-તાલુકા અને પાલિકામાં 28 તારીખે મતદાન માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને SRPની 65 કંપની તૈનાત કરાયા છે. 97 આંતર રાજ્ય અને 437 આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે, જેથી નજર રાખી શકાય.