દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમં ખરાબ સ્થિતિ, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી

સોમવાર, 23 નવેમ્બર 2020 (13:06 IST)
કોરોના વાયરસની બગડતી સ્થિતિ માટે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોનાને લઇને સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. કોર્ટે લગ્નમાં ભેગી થઇ રહેલી ભીડને લઇને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. આ મુદ્દે આગામી સુનાવણી શુક્રવારે રાખવામાં આવી છે. 
 
કોરોનાના મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને અસમ સરકારને 4 અઠવાડિયાની અંદર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્ય પોતાના સ્ટેટસ રિપોર્ટમાં જણાવે કે તેમણે કોરોનાની સારવાર માટે શું પગલાં ભર્યા છે શું પગલાં ભરવા જઇ રહ્યા છે. કોર્ટે રાજ્યોને એ પણ કહ્યું છે કે સ્ટેટસ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમને કેન્દ્ર પાસેથી શું મદદ જોઇએ. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષવાળી ખંડપીઠે કોરોનાની બગડતી સ્થિતિ માટે દિલ્હી અને ગુજરાતની ઝાટકણી કાઢી છે.   
 
આ ચારો રાજ્યોમાં કોરોના વાયરસના સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં સોમવારે સવાર સુધી 82521 એક્ટિવ કોરોના કેસ નોંધાયા છે. ત્યારબાદ  40212 કેસની દિલ્હી, પછી 13600 કેસની સાથે ગુજરાત અને 3142 કેસ સાથે અસમ છે. હાલમાં દેશમાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ નવા કેસ વધવા લાગ્યા છે અને સ્થિતિ પહેલાં મુકાબલે વધુ ગંભીર જોવા મળી રહી છે. સોમવાર સુધી દેશભરમાં કોરોના વાયરસના 443486 એક્ટિવ કેસ નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર