વિદ્યાર્થીઓ આનંદો! ઉનાળા વેકેશનની તારીખો થઈ જાહેર, 35 દિવસ મળશે રજા

ગુરુવાર, 13 એપ્રિલ 2023 (18:23 IST)
આજ રોજ ગુજરાત રાજ્ય સરકારે શાળાના વિધાર્થીઓના વેકેશન માટે તારીખો જાહેર કરી છે. રાજ્ય સરકારે સરકારી શાળામાં અગામી મે મહિનાની શરૂઆતથી 35 દિવસ સુધી ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. 1 મેથી 4 જૂન સુધી સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશન રહેશે. 5  જૂનથી રાબેતા મુજબ નવુ સત્ર શરુ કરવામાં આવશે.ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 1 મેથી થશે અને 4 જુન સુધી શાળાઓમાં રજા રહેશે. 5મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર