ગુજરાતમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી અરેસ્ટ, સીક્રેટ મીટિંગ પછી શરૂ થયુ ઓપરેશન ક્લીન સીટી, ચંડોળા તળાવ વિસ્તારમાં વીજ જોડાણ કાપવાની શરૂઆત
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશોની અટકબાદ પોલીસની કાર્યવાહી તે જ બની છે. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટોરેન્ટ પાવરની ટીમ સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર વીજ જોડાણ કાપવા માટે પહોંચી ગઈ. અલગ-અલગ બાંગ્લાદેશીઓના ઘરના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાના શરૂ કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ, શનિવારે બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાથે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ અને સુરત પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.