અમદાવાદમાં પૈસા કમાવવા ચોરોએ દૂધના કેરેટ ચોરીને દુકાનદારને 50 ટકા કિંમતમાં વેચ્યા

મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (17:41 IST)
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે એક એવા ચોરોની ધરપકડ કરી છે જે સોનું-ચાંદી કે કિંમતી વસ્તુ નહીં પણ દૂધની ચોરી કરતા હતા. પોલીસે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી નરોડા, નિકોલ, ઓઢવ એમ અલગ અલગ જગ્યાએ દૂધની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગમાં સામેલ બે શખ્સો ઝડપાયા છે.

જેમના નામ (1) દિપક લક્ષ્મણભાઈ સોમભાઈ ઠાકોર (ઉવ.૨૨)(રહે. ૩, ચામુંડાની ચાલી, મામા કલ્યાણ ચોક પાસે, નિકોલ રોડ) અને (2) દશરથ ઉર્ફે અમરત ઉર્ફે કાળીયો સબુરજી રત્નાજી ઠાકોર (ઉવ.૨૩) (રહે. લીંમડા ચોક, આનંદ સ્કુલની સામે, ભરવાડવાસની બાજુમાં, નરોડા) છે.પકડાયેલા બંને શખ્સો જે પોલીસ સમક્ષ કબૂલાત કરી તે જાણીને પોલીસ પણ એક સમયે ચોંકી ઉઠી હતી. કારણ કે આ લોકો પોતાના મોજ શોખ માટે એવી વસ્તુને ચોરી કરતા હતા જેના પર કોઈને શંકા ન જાય. અને આરોપીઓ નરોડા નિકોલ ઓઢવ કૃષ્ણનગર જેવા વિસ્તારમાં દૂધના આખા કેરેટ ચોરી લેતા હતા અને અન્ય નાની-નાની દુકાનોમાં 50 ટકાની કિંમતે વેચતા હતા. છેલ્લા બે મહિનાથી ચાલતા આ દૂધ ચોરીના નેટવર્કને પોલીસને શોધી કાઢ્યું છે.પોલીસે આરોપીને પકડીને કઈ કઈ જગ્યાએ ચોરી કરતા જાણવા મળ્યું કે અત્યાર સુધી તેમણે 43 જગ્યાએ દૂધ અને દૂધના કેરેટની ચોરી કરી છે. આરોપીઓ સંખ્યાબંધ જગ્યાએ ચોરી કરીને જે રૂપિયા મળતા તેને મોજ શોખ પાછળ વાપરતા હતા. સમગ્ર જગ્યાએ કરેલી ચોરીના સીસીટીવી પણ પોલીસને હાથે લાગ્યા છે. હવે આરોપીઓ પાસે વધુ વિગતની તેમજ જે જે લોકોને દૂધ વેચ્યું હતું તેની પણ પૂછપરછ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર