કાલથી ધો.6થી 8ની સ્કૂલો શરૂ થશે, સંચાલકો તો તૈયાર પણ વાલીઓમાં ત્રીજી લહેરનો ડર છે

બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (20:00 IST)
કોરોનાને કારણે શિક્ષણ પર પણ માઠી અસર પડી છે. સંક્રમણ વધતા સમગ્ર રાજ્યમાં શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી લહેર બાદ કેસ ધીરે-ધીરે ઘટતા તબક્કાવાર ફરીથી શિક્ષણ ઓફલાઈન શરૂ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ત્રીજી લહેરની શંકા છે અને બીજી તરફ સ્કૂલો શરૂ થઇ રહી છે, ત્યારે કેટલાક વાલી બાળકને સ્કૂલે નહિં મોકલે તો કેટલાક કોરોનાના ડર વચ્ચે પણ બાળકને સ્કૂલે મોકલશે.શિક્ષણ વિભાગ દ્વારા 2 સપ્ટેમ્બરથી 6થી 8ના વર્ગ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ ધો. 9થી 12ના વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે ધો.6થી 8ના વર્ગ પણ શરૂ થશે. ધો.9થી 12માં પણ હજુ અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવીને ઘરેથી ઓનલાઈન ભણી રહ્યા છે, ત્યારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ અંગે વાલીઓને ચિંતા છે જેના કારણે કેટલાક વાલી પોતાના બાળકને સ્કૂલે નહિ મોકલે અને ઓનલાઈન જ અભ્યાસ કરાવશે. ત્યારે કેટલાક વાલી કોરોનાના ડરના વચ્ચે પણ સ્કૂલે મોકલશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર