સોમવાર એટલે આજથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પણ ઓફલાઇન અભ્યાસ શરૂ કરી શકશે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે કોલેજોને ખોલવાનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજોને સોશિયલ ડિસ્ટેસિંગ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. આ દરમિયાન યૂનિવર્સિટીના અધિકારી કોલેજોમાં તપાસ પણ કરશે. બેદકારી દાખવનાર કોલેજો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
નર્મદ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રથમ વર્ષમાં 40 હજારથી વધુ વિદ્યાર્થી છે. પહેલાં દિવસે કોલેજોમાં વિદ્યાર્થીઓ હાજરી જોવા મળી છે. જોકે કોલેજોમાં અંતિમ વર્ષના 50 હજાર વિદ્યાર્થીઓ પહેલાંથી જ અભ્યાસ કરી રહ્યા છે. બીજા વર્ષનો અભ્યાસ હજુ શરૂ થયો નથી. યૂનિવર્સિટીએ હોસ્ટેલમાં સફાઇ કરવાનો આદેશ આપ્યો છે.