વર્ચ્યુઅલ રિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટરમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ પાયલટ ટ્રેનિંગની સફર માણી

હેતલ કર્નલ

ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (10:46 IST)
ડિફેન્સ એક્સપો 2022 અંતર્ગત ગાંધીનગરના હેલીપેડ એક્ઝીબિશન સેન્ટર ખાતે સંરક્ષણ ક્ષેત્રના વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જેમાં મુંબઈની પેરાલેક્સ લેબ્સ દ્વારા નિર્માણ કરવામાં આવેલુવર્ચ્યુઅલીરિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ઝીબિશનના ઉદઘાટન બાદ આ સિમ્યુલેટરમાં બેસીને વર્ચ્યુઅલ પાયલટ ટ્રેનિંગની સફર માણી હતી.
 
વર્ચ્યુઅલરિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર ઉપયોગ પાયલોટ્સને ટ્રેનિંગ આપવા માટે થાય છે. અત્યાર સુધી ભારતમાં આ પ્રકારનું સિમ્યુલેટર વિદેશથી આયાત કરવામાં આવતું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 100 થી 150 કરોડ થતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનથી પ્રેરિત થઈને પેરાલેક્સ લેબ્સ દ્વારાવર્ચ્યુઅલરિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર તૈયાર કરાયું છે જે  ભારતમાં તૈયાર થયેલું સૌ પ્રથમ વર્ચ્યુઅલીરિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટર છે. આ ફ્લાઇટ સિમ્યુલેટર અંદાજિત રૂ. 1 થી 1.5 કરોડમાં તૈયાર થાય છે. 
 
આ સિમ્યુલેટરના બધા જ પાર્ટસ ભારતમાં નિર્માણ પામ્યા છે. આ વર્ચ્યુઅલરિયાલિટી ફ્લાઈટ સિમ્યુલેટરમાં વિવિધ 10 થી 12 પ્રકારના વાતાવરણની સ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. જેમાં થન્ડરસ્ટ્રોમ, રેઈની, ક્લાઉડી ઉપરાંત એન્જિન ફેઈલ જેવી કપરી પરિસ્થિતિની તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન પાયલટ આ પરિસ્થિતિનો વર્ચ્યુઅલ અનુભવ કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર