બાળકોમાં જોવા મળી ઓનલાઈન શિક્ષણની આડઅસર, 40 ટકા વિદ્યાર્થીઓમાં સમજશક્તિ અને શિસ્તમાં ઘટાડો

શુક્રવાર, 4 માર્ચ 2022 (08:37 IST)
કોરોના કાળમાં માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં હતા અને હવે વર્ગખંડમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે ત્યારે બે માસ દરમિયાન આ વિદ્યાર્થીઓમાં સમજણશક્તિ ઘટી છે સાથે શિસ્ત પણ ઓછી થઇ ગઇ છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે સર અને રૂચિ પણ ઘટી ગયા છે. જે ચિંતાજનક બાબત છે.

વિદ્યાર્થીઓમાં 75 ટકા જેટલા વિદ્યાર્થીઓમાં વર્ગખંડમાં એકાગ્રતા ઘટી છે. ચાલુ લેક્ચરમાં વિદ્યાર્થીઓ એકધારા બેસી શકતા નથી. 90 ટકા જેટલા વિદ્યાર્થીઓનું મોબાઇલ સાથેનું જોડાણ વ્યસન કહેવાય તે હદે થઇ ગયું છે. અંદાજિત 70 ટકા બાળકોની લખવાની ક્ષમતા ઘટી છે. કેટલાક તો લખવાનું ભુલી ગયા છે. 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ જે અગાઉ નિયમિત હોમવર્ક લાવતા તે હવે ગૃહકાર્ય લાવતા નથી. કેટલાક વિદ્યાર્થી અતડા થઇ ગયા છે તેમ શિક્ષણવિદ મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતુ.ગણિત જેવા વિષયમાં કાચા થયા છે. 30 ટકા જેટલા વિદ્યાર્થીઓ આપેલી સૂચનાઓનું પાલન કરતા નથી. જેથી શાળાઓમાં શિસ્તના પ્રશ્નો ઉભા થયા છે. જે અગાઉ ન હતા. વિડીયો ગેમના વ્યસનને લીધે બાળકો હિંસક થયા છે. વધુ તોફાની થયા છે. માનસિકતા પણ વિપરિત અસર પડી છે.ધો-9 બાળકો પર ખુબજ વિપરીત અસરો જોવા મળી છે. 40 % બાળકો જ માનસિક રીતે શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા રહે છે. બાકીના બાળકો પૈકી કેટલાય બાળકોએ અભ્યાસ પણ છોડીને કોઈને કોઈ વ્યવસાયમાં જોડાઇ ગયા છે . શાળાએ આવતા બાળકો પૈકી કેટલાક બાળકોમાં શિસ્તના પ્રશ્નો પણ જોવા મળે છે. ઇવન તેને વાળ , નખ ,યુનિફોર્મ અંગેની સૂચના અવારનવાર આપવી પડે છે . એમને આપવામાં આવતા ગૃહકાર્યમાં પણ તેઓને સુચનાઓનું પુનરાવર્તન સતત કરાવવું પડે છે.માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના બેઝિક કન્સેપ્ટ ભુલી ગયા હોય તેવો વર્તાવ છે. સાથે મૂળભૂત પાકુ કરેલું હોય તે પણ ભુલતા થઇ ગયા છે. ગણિત- અને વિજ્ઞાન જેવા મેઇન વિષયોમાં ધો.10-12માં બોર્ડની પરીક્ષામાં પરિણામ ઘટશે તેવું લાગે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર