આજે સજાના ચુકાદાની સુનાવણી: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતને કોર્ટ સજા સંભળાવશે, ફાંસી કે જનમટીપની સજા થઈ શકે છે

શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (09:08 IST)
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતની સજાની 14 ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવપક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. હવે આ કેસમાં આજે 49 દોષિતને સજા સંભળાવશે.
 
સાબરમતી જેલમાં આરોપીની વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી
અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર