નર્મદા ડેમની સપાટી 136 લેવલને પાર જતા સીઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા ખોલાયા, જોવા મળ્યુ અદ્દભૂત દ્રશ્ય Video

શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (12:36 IST)
narmada dam
મઘ્યપ્રદેશ અને ગુજરાતમાં સારો વરસાદ પડતા સરદાર સરોવર ડૈમ છલકાય ગયો છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં ઉલ્લાસ છે. ગુજરાતની તરસ છિપાવનારા આ ડેમ ને ભરવા અને છલકવાની રાહ આખુ વર્ષ જોવાય છે. આ વખતે ડેમના દરવાજા જલ્દી ખુલી ગયા છે. સરદાર સરોવરને ગુજરાતની લાઈફલાઈન માનવામાં આવે છે. આ ડેમમાંથી નીકળનારી નર્મદા કૈનાલ રાજ્યના મોટાભાગને પાણીની આપૂર્તિ આખુ વર્ષ કરે છે.   ચોમાસાની આ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 દ રવાજા ખોલવામાં આવ્યા છે.  આવુ એટલા માટે કરવામાં આવ્યુ છે કે નર્મદા ડેમનુ જળસ્તર અધિકતમ સ્તરમાં પ્રવેશ કરી ગયુ હતુ.  

 
ડેમના દરવાજા પહેલીવાર ખુલતા  ડેમને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો છે. તિરંગા લાઈટિંગથી સજ્જ ઓવરફ્લો ડેમનો નજારો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. રંગબેરંગી લાઈટ્સની સજાવટથી સરદાર સરોવર ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. ડેમનો આ અદ્ભુત ડ્રોન નઝારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દર વર્ષે ડેમ સંપૂર્ણ ભરાતાં આ રીતે રંગબેરંગી લાઈટિંગથી તેની સજાવટ કરવામાં આવે છે. આ સાથે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો મનમોહક બન્યો છે. ગુજરાતના લોકો આખું વર્ષ આ ક્ષણની રાહ જુએ છે. જ્યારે આવું થાય છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા પણ વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે આજે પાણીની આવક ઘટતાં 23 દરવાજામાંથી 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. પાણીની આવક ઘટતાં અને નદીમાં પાણી ઓછું છોડતાં ત્રણ જિલ્લામાં પૂરનું સંકટ ટળ્યું છે. હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. આરબીપીએચ અને કેનાલ મારફત 3 લાખ 80 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 
 
આ પૂરની અસર ગોરા ઘાટ અને ચાણોદના મલ્હાર ઘાટ પર જોવા મળી રહી છે, જ્યાં નદીની જળસપાટી વધતાં ઘાટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચાણોદ ઘાટનાં 95 પગથિયાં પણ પાણીમાં ડૂબી ગયાં છે. ગોરા ઘાટ પરના નર્મદા આરતી, લેસર શો અને વોટર શો માટેના કરોડો રૂપિયાનાં સાધનો સમયસર હટાવી લેવામાં આવ્યાં છે, જેથી નુકસાન અટકાવી શકાય. હાલમાં આ કાર્યક્રમો બંધ છે, પરંતુ ચોમાસું પૂરું થયા બાદ એ ફરીથી શરૂ કરવામાં આવશે. પ્રવાસીઓ માટે હાલ ઊંચાઈ પરના પાર્કિંગ સ્ટેન્ડ ખાતે આરતીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર